ડેન્ગ્યુ તાવને નાથવા લોક જાગૃતિ રૂપે ૧૦ હજાર પેપ્લેટસ વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ડેન્ગ્યુ તાવને નાથવા લોકજાગૃતિ રૂપે લોકોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુનાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જરૂર સૂચનો સાથે લોકોને ઉપયોગી થાય તેવી સમજપુરી પાડવામાં આવી હતી. અબડાસાનાં-૨૮, માંડવીનાં-૩૨, મુન્દ્રાનાં ૩૫ તથા ભુજ અને અંજાર શહેરોમાં ડેન્ગ્યુ તાવને નાથવાની માહિતી પૂરી પાડતા ૧૦ હજાર પેપ્લેટસોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાઓ, હાઇસ્કુલો, કોલેજામાં જઇ વિદ્યાર્થી ભાઇ-બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, અરવિંદભાઇ ઠક્કર, રફીક બાવા, નરશીં પટેલ, આનંદ રાયસોની, દિપેશ શાહ, ગુલાબ મોતા, પ્રવિણ ભદ્રા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરો જુદા-જુદા ગામોમાં ડેન્ગ્યુ તાવ વિરૂદ્ધ ઝુબેશ ચલાવી રહ્યા છે.