કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં ઝીણા ઝબલા તથા ઝીણી થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરવા લોકોને અપીલ કરવામાં આવેલ. પ્લાસ્ટીકની ઝીણી વસ્તુઓથી પર્યાવરણને થતાં નુકશાન તથા ગાય માતાઓને થતા નુકશાનની સમજપૂરી પાડવામાં આવેલ.

વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજિસંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ સંભાળી હતી.