રવાપરમાંથી મળેલો ચેતન બન્યો જેન્ટલમેન ૨૦ વર્ષ પછી ઓરિસ્સા પોતાનાં ઘરે પહોંચશે

રવાપર ગામનાં તળાવ કાંઠે જાળીઓમાં સૂતેલા ચેતન ઉ.વ. ૪૨ ને માનવજ્યોત સંસ્થા દ્વારા, ભુજ લઇ આવી તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.

બાલ-દાઢી કરાવી તેને સ્નાન કરાવી નવા વસ્રોમાં સજજ કરવામાં આવ્યો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું. તેનાં ઘર છોડ્યા બાદ તેનાં માતા-પિતા તેની ચિંતામાં મૃત્યુ પામ્યા. તેનાં ભાઇ-બહેન-બનેવીએ વીડીયો કોલ દ્વારા તેની સાથે વાતચીત કરી.

ચેતને ઘર છોડ્યું તેને વીસ વર્ષ વીતી ગયા છે. વર્ષોનાં વર્ષો વીતી ગયા પછી ચૈતન હવે પોતાનાં ઘર અને પરિવાર સુધી પહોચશે. આશ્રમ સ્થળે નવા વસો પહેરી ચેતન જેન્ટલમેન બની ગયો છે.

વીસ વર્ષ પછી એનાં બાલ-દાઢી કટીંગ કરાવવામાં આવ્યા. સ્નાન કરાવવામાં આવ્યું અને હવે તે સ્વચ્છ વસ્ત્રોમાં જેન્ટમેન બની ગયેલો દેખાઇ રહ્યો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, જયેશ લોડાયા, અથ મોતા, હિતેશ ગોસ્વામી, પ્રતાપ ઠક્કર તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો