Category Archives: પ્રવૃત્તિઓ

ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઇ

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો વચ્ચે રહી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ હાથમાં તિરંગો લઇ તિરંગો લહેરાવ્યો હતો. ગીતાબેન પારેખ, મનીષાબેન મહેતા, ડીમ્પલબેન ભનશાલી, નીશાબેન ખંડોલ, સોનુબેન કોઠારી, હીરાબેન શાહ, મયુરી દોશી, સોનુબેન મહેતા સહિતનાં […]

પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા- વર્ધમાનનગર-કચ્છ હાલે અમેરિકા પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 671 ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર […]

મકરસક્રાંતિ પર્વે સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવાશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસક્રાંતિ પર્વ નિમિત્તે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાયા હતા. સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. અને સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો, બ્લેંકેટ, ખાવા-પીવાની વસ્તુઓ આપી, તેમને સ્વહસ્તે ભાવતાં ભોજનીયા જમાડ્યા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ઘેર બેઠા ટીફીનો દ્વારા ભોજન, રંક બાળકો તથા બાળશ્રમયોગીઓને ભોજન, […]

શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વેવસ્ત્રો તથા અન્ય વસ્તુઓ માનવજ્યોતને અર્પણ કરાઇ

શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરતમંદ લોકો તથા માનસિક દિવ્યાંગો માટે વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ અર્પણ કરાઇ હતી. મહિલા મંડળનાં બધાજ બહેનોએ વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ એકઠી કરી હતી. શ્રી લોહાણા મહિલા આશ્રમના બહેનો દ્વારા પણ માનવજ્યોતને વસ્ત્રો અર્પણ […]

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારામાનવજ્યોત સંસ્થાને 20 ખુરશીઓ અર્પણ કરાઇ

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, સેવાશ્રમ માટે વીશ ખુરશી અર્પણ કરાઇ હતી. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલનાં ડીસ્ટ્રીકટ ચેરમેન બિંદુબેન ગુપ્તા, ડીસ્ટ્રીકટ સેક્રેટરી રચનાબેન શાહ, કલબ પ્રેસીડેન્ટ ડીમ્પલબેન દોશી, કલબ સેક્રેટરી ડીમ્પલબેન છાયા, ચાર્ટર પ્રેસીડેન્ટ રૂપલબેન રેલોન, સેક્રેટરી નેહાબેન ઠક્કર, ખજાનચી અરૂણાબેન રાઠોડ, આઇ.એસ.ઓ. વિમલાબેન મહેશ્ર્વરી, કલબ મેમ્બર પ્રિયાબેન […]

ઉત્તરપ્રદેશનો ગુમ મુસ્લિમ યુવાન 3 વર્ષ પછી ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ વિસ્તારનાં બીલારી ગામનો યુવાન મોહમદ નજિમ ઉ.વ. 31 ગુમ થતં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એનાં ખબર નમળતાં પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી. 3 વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલીને જતો રસ્તામાં કોડાયપુલ- બિદડા વચ્ચેથી નાના ભાડીયાનાં સામાજિક કાર્યકર દેવાંગભાઇ ગઢવી તથા ત્રગડીનાં […]

૪૭૫ વિદ્યાર્થીઓએ માનવજ્યોત સંસ્થા ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો, યુનિવર્સીટીઓ, શાળા, કોલેજોનાં તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૪૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ […]

6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા-વર્ધમાનનગર-કચ્છ દ્વારા ત્રણ […]

જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રીએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી

કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ, સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. માનસિક દિવ્યાંગોએ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. ઘર-પરિવારથી અને ગામ-શહેર- રાજ્યથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનોનું પરિવાર સાથે કરાવાતું મિલન પ્રશંસનીય છે. આ પ્રવૃત્તિ અને સંસ્થાનું સેવાકીય કાર્ય સરાહનીય […]

ઝારખંડનાં પિતા-પુત્ર અને પતિ-પત્નિનું ૧૨ વર્ષે થયું મિલન ઝારખંડના સાંસદ પરિવારની મદદે આવ્યા

ઝારખંડ રાજ્યનાં રાઠી જીલ્લા, સીલી તાલુકાનાં બારાચાંગડુ ગામો યુવાન કૃષ્ણ લોહરા ઉ.વ. ૪૮ ગુમ થતાં પરિવારજનોએ સતત ચિંતા સેવી તેની શોધખોળ છ વર્ષ સુધી ચાલુ રાખી હતી. પુત્રનાં લગ્ન થવાના હતા. પણ પિતા ગુમ થતાં પુત્રનાં લગ્ન રદ થયા હતા. બાદમાં ગામ અને સમાજવાસીઓનાં માર્ગદર્શનથી તેને મૃત ઘોષિત કરી તેની શાસ્ત્રોક્ત વિધિ સાથે સારામણુંપૂરું કરી […]