ઠંડીમાં ઠુંઠવાતા લોકોને ધાબડા વિતરણ કરાયા

કચ્છમાં વધી રહેલી ઠંડી સામે જરૂરતમંદ લોકોને રક્ષણ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂંગા-ઝુંપડામાં રહેતા ગરીબ લોકોનાં ઘર સુધી જઇ તેમજ માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ રાત્રે ખુલ્લામાં સૂતેલા લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.

દાતાશ્રી શ્રીમતિ મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ -મુંબઇ, ઘનશ્યામભાઈ વાઢેર-ભુજનાં સહયોગથી આ ધાબડા વિતરણ કરાયું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ, જયેશ લોડાયાએ સંભાળી હતી.