મોટી સ્કુલનાં બાળકો નાની સ્કુલનાં બાળકોને મદદરૂપ બન્યા

એચ.જે.ડી. ઇન્સ્ટીટ્યૂટ કેરાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સંસ્થાનાં ચેરમેન શ્રી જગદીશભાઇ હાલાઇ, ઇન્સ્ટીટ્યૂટ કોર્ડીનેટર રસીલાબેન હીરાણી, શાળાનાં આચાર્ય દિપાબેન નાયરનાં માર્ગદર્શન હેઠળ કપડા, રમકડા, શૈક્ષણિક સાધનો એકઠા કરી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અર્પણ કર્યા હતા. દિપાલી પર્વે એકઠી કરાયેલી દરેક વસ્તુઓ બાળકોને ખૂબ જ ઉપયોગી બનતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. મોટી સ્કુલનાં બાળકોએ નાની સ્કુલનાં બાળકોને સ્વહસ્તે વસ્તુઓ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિવાર વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરી આભાર વ્યક્ત કર્યો હતો.