ભુજોડી સરપંચ લક્ષ્મીબેન ગાભુભાઇ વણકરે પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન સ્વહસ્તે જમાડી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

