ભુજ શહેર કોમી એકતા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વ ઉજવાયો

ભુજ શહેર કોમી એકતા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વની પતંગ સ્પર્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં પ્રારંભે ગૌમાતાઓને લીલોચારો આગેવાનોનાં વરદ્‌ હસ્તે નાખવામાં આવેલ.

ઇબ્રાહીમ હાલેપૌત્રા, પ્રબોધ મુનવર, આમદભાઇ જત, ઘનશ્યામ ઠક્કર, આનંદ રાયસોની, હનીફભાઇ કુરેશી, નગરસેવક માલશીં માતંગ, ગની તાલબ કુંભાર, ભોગીલાલ વોરા, ઝહીર સમેજા, સલીમ નોડે તથા વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત પતંગ રસીકોની હાજરીમાં પતંગ સ્પર્ધા વિજેતા સાલેમામદ ગગડાને રોકડા પુરસ્કારથી નવાજવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન રફીક બાવાએ જયારે આભારવિધિ પ્રતાપ ઠક્કરે કરેલ.