માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ હસ્તે ભરતભાઇ – લંડનનાં સહયોગથી ભીમઅગિયારસનાં પવિત્ર દિવસે ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રૂપિયા બે-બે હજારની રાશનકીટ અર્પણ કરી પગભર કરાયા હતા.
કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આશિકાબેન ભટ્ટે જયારે અતિથિવિશેષપદ વિરાંગના સ્પેશીયલ સ્કોર્ડનાં ગાયત્રીબેન બારોટ,૨મીલાબેન શાહુ તથા અનીતાબેન ઠાકુર, હેતલબેન સિંધ, ડો. પ્રતિક્ષાબેન પવારે શોભાવ્યું હતું.
પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ મહેમાનોને આવકાર્યા હતા. સંસ્થાનાં ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કરે સંસ્થાની માનવસેવા-જીવદયાની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
દાતાશ્રી પરિવારનાં શ્રી નનીતાબેનનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે બેટી સુરક્ષા દળ, નારી શક્તિ, મહિલા અધિકારનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાનાં રાષ્ટ્રીય સચિવ શ્રી આશિકાબેન ભટ્ટનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. તેમજ નાની વિરાણી પાટીદાર સમાજના મંત્રી ભાવેશભાઇ પોકારનું સન્માન કરવામાં આવેલ.
૧૫ વિધવા બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી. વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી સંસ્થા દ્વારા અત્યાર સુધી ૩૮૩ વિધવા બહેનોને સિવણ મશીનો અર્પણ કરી પગભર કરાયા છે. અનેક બહેનો ઘેર બેસી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર વિધિ શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં રફીક બાવા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, જેરામસુતાર, નિતિનભાઇ ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, વનરાજસિંહ જાડેજા, આરતિબેન જોષીએ સહકાર આપ્યો હતો.

