બેટી સુરક્ષા દળ દ્વારા સન્માનપત્ર અર્પણ કરાયું

કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી લોકોને મદદરૂપ બનનાર તેમજ ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ દ્વારા સવા વર્ષમાં સવા બે લાખ લોકોને માનવજ્યોતનાં માધ્યમથી સર્વે કાર્યકરોનાં સહકારથી ભોજન પહોંચાડનાર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને બેટી સુરક્ષા દળ મોદીનગર ગાઝિયાબાદ (યુપી) દ્વારા સંસ્થાનાં રાષ્ટ્રીય પ્રમુખ બબીતા શર્મા, ડો. એસ.કે. શર્માના માર્ગદર્શન હેઠળ બેટી સુરક્ષા દળના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આશિકાબેન ભટ્ટનાં હસ્તે કોવિડ-૧૯ માં કરેલ કામગીરીને બિરદાવી સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવામાં આવેલ.