મુળ રાપર હાલે ભુજનાં શ્રી રસીકલાલ ચુનીલાલ મોરબીયાએ પોતાનાં ૭૧ મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી પોતાનો જન્મદિવસ ઉજવી પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ માનવજ્યોત સંસ્થાને અનુદાન અર્પણ કર્યું હતું.
Author Archives: PRABODH MUNVAR
ભુજનાં રેલ્વે સ્ટેશને ટ્રેન મારફતે એક યુવાન મહિલા પોતાનાં ૩ અને ૪ વર્ષનાં બાળક-બાળકી સાથે ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી હતી. અને રેલ્વે સ્ટેશન બહારે નીકળતાંજ હંગામો મચાવ્યો હતો. લોકોના ટોળા એકઠા થઇ ગયેલ. પોતાનાં ૩ વર્ષનાં બાળક અને ૪ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. બે પગ પકડી તેમને ગોળ ફરાવી ભીંતમાં ભટકાવેલ. આ દ્રશ્ય […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વચકલી દિવસ નિમિત્તે શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુંડા-ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. છેલ્લા 21 વર્ષથી માનવજ્યોત દ્વારા ચકલી બચાવો અભિયાન ચાલુ છે. લોકોમાં જાગૃતિ આવી છે. લોકો જીવદયાનાં આ કાર્યમાં સામેથી જોડાયા છે. ચકલી-કુંડા અભિયાનને સફળતા મળી છે. લુપ્ત થતી ચકલીઓ હવે જુથમાં દેખાઇ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં […]
વેસ્ટ બંગાળનાં પોંચા બિહાર જીલ્લાનો યુવાન મુસ્તાકઅલી ઉ.વ. ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ખૂબ જ ચિંતા સેવી હતી. વર્ષો સુધી તે વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તે મળશે તેવી આશાઓ પણ છોડી દીધી હતી. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક […]
કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા શ્રી એલ.ડી. શાહ બિદડાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવેલ. વૃક્ષારોપણ ક્ષેત્રે તેઓશ્રીએ કરેલા અદભુત કાર્યને બિરદાવવામાં આવેલ. શેરીએ શેરીએ પડાવો સાદ વૃક્ષો હોય ત્યાં હોય વરસાદ… વૃક્ષો વાવો વરસાદ લાવો સાથે સમગ્ર કચ્છમાં વૃક્ષારોપણ કરી ટ્રીગાર્ડ લગાડી વૃક્ષોને રક્ષણ આપનાર તેમજ કચ્છને લીલુછમ બનાવનાર શ્રી એલ.ડી.શાહના અવસાનથી […]
કર્ણાટક રાજ્યનાં બેંગ્લોર વિસ્તારનો યુવાન પ્રશાંત ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન […]
મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 30 માનસિક દિવ્યાંગો પણ જોડાયા હતા. શણગારેલા ટેમ્પોમાં હાથમાં ધ્વજા લઇ એક સરખા ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઠેર-ઠેર લોકોએ માનસિક દિવ્યાંગો સામે હાથ ઉંચા કરી અભિવાદન કર્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી […]







