Author Archives: Admin Manavjyot

રોગ પ્રતિકારક શક્તિ વધારવા લોકોને હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરાયું

કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તથા હોમિયોપેથી મેડીકલ ઓફિસર વર્ગ-૩ ના ડો. પ્રતિક્ષાબેન પવારનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ. ૩ હજાર લોકોને હોમિયોપેથીક ગોળીઓનાં પેકેટ વિતરણ કરી સમજ પૂરી પાડવામાં આવેલ.  વિતરણ વ્યવસ્થા […]

બે દિવસમાં ૭ હજાર લોકો સુધી ગરમ ઉકાળો પહોંચ્યો

કચ્છ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવાનું શરૂ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ સંભાળી હતી.  ભુજની કલેકટર કચેરી સામેનાં વિસ્તારમાંથી ત્રિ દિવસીય ઉકાળા વિતરણ કાર્યનો પ્રારંભ જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, ડો. જીગ્નેશ ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. પ્રથમ […]

નવા વર્ષે માનવજ્યોતને ૧ લાખનું અનુદાન અપાયું

નવા વર્ષના પ્રારંભે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ વિવિધ દાતાશ્રીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને અનુદાન આપ્યું હતું.  મનોજભાઈ પી. સોલંકી-માધાપર દ્વારા પ૧ હજાર, દિપક પી. શાહ-ભરત પી. શાહ ગોપી મેડીકલ સ્ટોર્સ-અંજાર દ્વારા રૂા. ૨૫ હજાર, સોની પ્રભુદાસભાઈ ખેતશીં પરિવાર ભુજ રૂા. ૧૧ હજાર, એરફોર્સનાં ડો. કૌટીલ્ય ચૌધરી દ્વારા રૂા. ૧૧ હજારનું અનુદાન અપતાં સંસ્થાનાં […]

પૂ. જલારામબાપાની ૨૨૧ મી જન્મજયંતિએ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો મહાપ્રસાદ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઈ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો.  જલારામજયંતિ પ્રસંગે કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર દ્વારા જરૂરતમંદ ૩૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાએ જલારામબાપાનો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચાડ્યો હતો. અને ભૂખ્યાને ભોજન કરાવવામાં આવેલ. જરૂરતમંદો લાડુ-મોનથાળ-પૂરી-દાળ-ભાત-શાક સાથેનું ભોજન જમી […]

લાભ પાંચમના ૧૫ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા રાશન કીટ અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા દ્વારા ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રાશનકીટ અને મીઠાઈ પેકેટ વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અર્પણ કરી વિધવા મહિલાઓને પગભર કરાયા હતા.  ગોવિંદભાઈ રામજી ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, ગીતાબેન દલાલ-લંડન દ્વારા પાંચ મળી ટોટલ-પંદર સિલાઈ મશીનો, દરેકને રૂ. ૨૫૦૦ની રાશનકીટ મીઠાઈ પેકેટ તથા મશીન લઈ […]

સતિષ ૧૦ વર્ષે ઘરે પહોંચ્યો ૧૦ વર્ષિય બાળકને ૮ વર્ષે પિતા મળ્યા

બિહાર રાજ્યના ખગડીયા જિલ્લાનાં અમૌસી ગામનો ૩૪ વર્ષિય સતિષ આખરે ૧૦ વર્ષે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલન્ટીયર શ્રી પ્રબોધ મુનવરને તે નખત્રાણા શહેરમાંથી ૯ મહિના પહેલાં મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળે લઈ આવી તેની […]

ગરીબોનાં ઝુંપડે દિવાળી મીઠાઇનાં એક હજાર પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ધાણેટી–કચ્છનાં એક સદ્દગૃહસ્થ દાતાશ્રી તથા અન્ય વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી શુદ્ધ દેશી-ઘીનાં અડધો કિલોનાં એક હજાર મીઠાઇ બોક્ષ જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ હાથો હાથ વિતરણ કરવામાં આવેલ.  ધાણેટી-કચ્છનાં એક દાતાશ્રી દ્વારા શુદ્ધ દેશી ઘીનાં ૭૫૫ મીઠાઈ બોક્ષ તથા ફરસાણ માનવજ્યોતને વિતરણ માટે આપવામાં આવેલ તથા દેવ્યાનીબેન […]

વર્ધમાનનગરમાં સાધર્મિક ભક્તિ કરી અનોખું પ્રેરણા રૂપ કાર્ય કરાયું

ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણની ઉજવણી નિમિત્તે, થોડું આપીને ઘણું બધું પુણ્ય કમાવાની તક જેવી સાધર્મિક ભક્તિનું આયોજન શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સ્થાનકવાસી સંઘ દ્વારા પૂ. દેશનાબાઈ મહાસતીજી તથા પૂ.યતનાબાઇ મહાસતીજીની શુભપાવન નિશ્રામાં કરવામાં આવેલ.  જૈન શાસનના સુકાની એવા આપણા બાળકોમાં સેવા અને ભક્તિના ગુણો ખીલે અને એમનાં સમય અને શક્તિનો સદુપયોગ થાય એવા […]

એકજ દિવસમાં ૩ મહિલાઓ મળી આવતાં ૧૮૧ ની મદદ લેવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજને એકજ દિવસમાં બે મહિલા અને એક યુવતી મળી આવતાં, એક મહિલા અને એક યુવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને સોંપી હતી. જયારે અન્ય એક મળી આવેલ મહિલાને ભુજમાં તેના ઘર સુધી પહોંચાડાઈ હતી.  માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ હંગામી એસ.ટી.બસ સ્ટેશનથી એક મહિલા ઉ.વ. ર૭ બાળક સાથે, મીરઝાપર પોલીસ ચોકી પાસેથી એક […]

માનસિક દિવ્યાંગોને મીઠાઇ પેકેટ તથા ટીશર્ટ અર્પણ કરાયા

શ્રી આદિનાથ જૈન મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને દરેકને દિપાવલી પર્વ નિમિત્તે મીઠાઈ પેકેટ તથા ટીશર્ટ અર્પણ કરાયા હતા. માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો