ડો. મહમદ અનસ ઝેડ મુનશી ભુજે પોતાનાં જન્મદિનની અનોખી ઉજવણી કરતાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને રૂા. ૪૧ હજારનું અન્નદાન આપ્યું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.
Author Archives: Admin Manavjyot
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલીયા શહેરમાં રખડતા-ભટકતા ત્રણ માનસિક દિવ્યાંગોને સંસ્થાના વાહન દ્વારા ભુજ લઇ આવવામાં આવેલ. બિહાર, યુ.પી. અને મધ્યપ્રદેશનાં આ ત્રણે યુવાનોને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખી તેઓની માનસિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તેઓ સ્વસ્થ બને તેઓને ઘર સુધી પહોંચતા કરાશે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રાજુ […]
મધ્યપ્રદેશનાં રિવા જીલ્લાનાં ત્યાથાર તાલુકાનાં હનગામા ગામનો યુવાન અજયપાંડે ઉ.વ. ૨૮ ગુમથયો હતો. ૧ મહિનાંથી ગુમયુવાનને શોધવા પરિવારજનો એ રાત-દિવસ એક કર્યા હતા. પિતા બેંગ્લોરમાં સર્વિસ કરતાં હતા. બીજો પુત્ર દિલ્હીમાં સર્વિસ કરે છે. પરિવારજનો ખૂબ જ ચિંતા સેવી રહ્યા હતા. ટ્રેન અને વાહન મારફતે તે કચ્છ સુધી પહોંચ્યો અને મુન્દ્રા તાલુકાનાં કારાઘોઘા ગામસુધી પહોંચ્યો. […]
મધ્યપ્રદેશનાં શીવપુરી જિલ્લાનાં ભદરવાસ તાલુકાનાં રેજાઘાટ ગામનો યુવાન જગદીશ યાદવ ઉ.વ. ૨૨ અચાનક ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એનો પતો નમળતાં પરિવારજનો ખૂબજ દુ:ખી થયા હતા. કેટલાક ગામલોકોએ કહેલ કે હવે તે મૃત્યુ પામી ગયો હશે. એને શોધવાનું છોડી દયો. પણ પરિવારજનોએ વાત માનવા તૈયાર નહતા. તે ૧૨ વર્ષ સુધી સતત […]
ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષા બાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો આવી પહોંચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, નરશીભાઇ પટેલ, દિપકભાઇ જાનીએ શોભાવ્યું હતું. કાર્યક્રમનાં માર્ગદર્શક અને સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એકતા […]
‘મિલેસૂર હમારા’ સંસ્થા દ્વારા દેશભક્તિ ગીત કાર્યક્રમયોજાયો સૌ દેશભક્તિ રંગે રંગાયા પંદરમી ઓગષ્ટ સ્વાતંત્રદિનની પૂર્વ સંધ્યાએ ‘‘મિલે સુર હમારા વુમન્સ કરાઓકે સિંગિંગસ્ટાર’’ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકમભવન ભુજ મધ્યે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતિ રેશ્માબેન ઝવેરી, કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર, પૂર્વ ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, શ્રદ્ધા હાઇસ્કુલ કોલેજ માધાપરનાં […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવેલ. ભૂખ્યાને ભોજન મળે એવા હેતુ સાથે બે દિવસમાં ૭૦૦ થી વધુ ગરીબ લોકોને મગદારનો શીરો, પૂરી, ખમણ, ઉધિયાનું શાક, દાળ,ભાત,કચૂંબર, છાસ સાથેનું ભોજન કરાવવામાં આવતાં આવા જરૂરતમંદ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા જીલ્લા કાનૂની સેવા સત્તા […]
ઉત્તરપ્રદેશ-બિહાર બોર્ડર વિસ્તારનાં કુશીનગર ગામનો ૨૮ વર્ષિય યુવાન નંદુ રામપ્રતિ બાર મહિનાં પહેલા ગુમથયો હતો. તે જુદા-જુદા રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. તો…. કયારેક ખાવાનું પણ નમળ્યું. તેનાં જણાવ્યા મુજબ કોઇ એને પૂછતાછ કરવા વાળું મળ્યું નહીં.આખરે તે ટ્રેન મારફતે ભુજ રેલ્વે સ્ટેશને ઉતર્યો. માનવજ્યોતને જાણ થતાં જ તેને રેલ્વે સ્ટેશન બહારથી […]
અબડાસા તાલુકાનાં વારાપદ્ધર ગામનાં માનવસેવા અને જીવદયાપ્રેમી શ્રી રહુભા વેલુભા જાડેજાએ પોતાની ૮૯ વર્ષની ઉંમરે પોતાનાં હાથે વિવિધ સંસ્થાઓને અનુદાન આપી સંસ્થાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૧ લાખ, રાતાતળાવ ગૌશાળાને રૂા. ૧ લાખ, કલ્યાણેશ્વર મંદિર વારાપદ્ધરને રૂા. ૧ લાખ, ગ્રામદેવતા વાળાપીર વારાપદ્ધર સ્થાનિક વિકાસ માટે રૂા. ૧ લાખ, શ્રી રામ-રોટી કેન્દ્ર ભુજને […]
કોરોના એક વૈશ્વિક મહામારી હોવાથી તેની સામે લડવું, રક્ષણ મેળવવું અતિ ગંભીર બાબત હતી. આ કપરા કાળમાં પોતાનાં ઘર-પરિવાર-અને પોતાની પરવા કર્યા વિના, રાત-દિવસ ખડે પગે માનવસેવા કરનાર કચ્છ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે.એ. બારોટ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, અકીલભાઇ મેમણ, અમીનભાઇ મણીયાર, રફીક બાવા, જાવેદ ભટ્ટીને નિલમચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કુલસુમબેન સમા તેમજ ટ્રસ્ટીગણનાં […]










