કેરા-કચ્છનાં ખોજા અજીજ સુલ્તાનઅલીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોતને રૂા. ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Author Archives: Admin Manavjyot
અજય ધનજી દુધાત ઉ.વ. ૩૩ સૂરતથી પાંચ વર્ષ પહેલા ગુમથયો હતો. તે રખડતો-ભટકતો અન્ય રાજ્યોમાંથી થઇ ભુજ પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને તે ભુજનાં જુના એસ.ટી. બસ સ્ટેશનેથી મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છમધ્યે રાખી તેની સારવાર શરૂ કરાઇ હતી. તે સ્વસ્થ બનતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. દાતાશ્રી રમેશ એન્ડ લાલજી નારાણ દેવજી વરસાણી પરિવાર સામત્રા હાલે લંડન, પ્રશુન રમેશ નારાણ વરસાણી તથા પનીશા લાલજી નારાણ વરસાણી લગ્નતિથિ નિમિત્તે સામત્રા-કચ્છ દ્વારા ૪, સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર દ્વારા-૨ તથા માનવજ્યોત-ભુજ દ્વારા-૩ મળી […]
શ્રી ગોસ્વામી મહિલા મંડળ માધાપર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને શ્રાદ્ધનિમિત્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગોસ્વામી મહિલા મંડળ માધાપરનાં પ્રમુખ સાવિત્રિબેન ગોસ્વામી, ગીતાબેન, જોશનાબેન ,ભાવનાબેન, હીનાબેન સહિતનાં હોદેદારોએ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી અને મસ્તરામોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. આશ્રમસ્થળે શ્રાદ્ધપક્ષ નિમિત્તે સ્વજનોની આત્માની […]
ગાંધી જયંતિ નિમિત્તે માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા જીવન જ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ મુંબઇ દ્વારા જૈન ભવન પાલડી મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવામાં આવેલ. ગુજરાત સરકારના પૂર્વ અગ્રસચિવ શ્રી પી.કે. લહેરીસાહેબ, કુલીનકાન્તભાઇ લુઠીયા, હરખચંદભાઇ સાવલા, પ્રતાપભાઇ દંડ, મુળરાજભાઇ હરિયાણી, જીતુભાઇ શેઠ, અચૂતભાઇ મહેતા, પરષોત્તમભાઇ પંચાલ, નાનકભાઇ ભટ્ટ તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પરશુરામમહિલા મંડળ ભુજ દ્વારા સેવાશ્રમનાં મસ્તરામોને ભોજન કરાવવામાં આવેલ. પરશુરામમહિલા મંડળનાં જિલ્લા પ્રમુખ દિપ્તીબેન ગોરનું માનવજ્યોત સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇજોષી, આનંદ રાયસોની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઇ વ્યાસ, […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૪ વર્ષમાં ૪૭૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં વતન સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ સમગ્ર કચ્છમાં ચાલી રહી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા […]
માધાપર ઉપસરપંચ શ્રી અરજણભાઇ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પીરસી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેઓશ્રીનાં વરદ્ હસ્તે આશ્રમસ્થળે વૃક્ષારોપણ કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. સંસ્થાને ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે નવમનો શ્રાદ્ધ માનસિક દિવ્યાંગોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિવિધાન સાથે ઉજવાયો હતો. સ્વ. પૂજાબેન ધનજી ભુડીયા-માધાપર, સ્વ. ડો. જેન્તીલાલ રામજી માણેક-નારાણપર, સ્વ. નારાણદાસ નંદજી સુંદાણી-મુંબઇ, સ્વ. મુક્તાબેન બિહારીલાલ ધારાણી-ભુજ, સ્વ. સંજયભાઇ ખીમજી શાહ, સ્વ. કરશનભાઇ પીંડોરિયા દહીંસરા, સ્વ. ધનુબેન જખુભાઇ ચાવડા-લાખોંદનાં આત્મશ્રેયાર્થે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવેલ. સામબાઇ કુંવરજી હાલાઇ-માધાપર, […]
શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજ મધ્યે સર્વજીવહિતાવહ મહોત્સવે શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પરાયણ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગો માટે ૧ મહિનાનું રાશન પરમવંદનીય સ્વામિશ્રીઓએ તથા પરમભક્તોની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ. ૪ માનસિક દિવ્યાંગોએ ઉપસ્થિત રહી અન્નદાન સ્વીકાર્યું હતું. પરાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ આભાર […]










