Author Archives: Admin Manavjyot

વિદેશથી આવેલા કપડા જરૂરતમંદો સુધી પહોંચ્યા

વિદેશ વસતા કચ્છીઓ, ગુજરાતીઓ અને ભારતીયોએ સારા-સારા કપડા એકઠા કરી ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલ્યા હતા. લંડન સ્થિત સી.જે. ટ્રાવેલ્સ લી. નાં જયંતિ પટેલે ત્યાંનાં રહેવાસીઓ પાસેથી કપડા એકઠા કરી ભુજ માનવજ્યોતને મોકલ્યા હતા. માનવજ્યોત સંસ્થાએ ભુજની ચારે દિશામાં ગરીબો-જરૂરતમંદોનાં ઝુંપડે-ઝુંપડે આ કપડા પહોંચાડ્યા હતા. જેથી જરૂરતમંદોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]

સ્વ. ભાનુભાઇ ઠક્કરની પુણ્યતિથિ ઉજવાઇ

સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આશ્રમની પ્રથમ વખત મુલાકાતે આવેલ શ્રી ધીરેનભાઇ ઠક્કરે માનવજ્યોતની માનવસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પૂર્વનગર સેવક ધીરેનભાઇ ઠક્કર સાથે પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર, હીરેશ ઠક્કર, રાહુલ ગોસ્વામી સાથે રહ્યા હતા. આશ્રમની મુલાકાત […]

માનવજ્યોતે વધુને વધુ માસ્ક બનાવવાનું શરૂ કર્યું

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરજીભાઇઓની મદદ લઇ મોટી સંખ્યામાં માસ્ક બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજનાં સેવાભાવી દરજી પ્રવિણભાઇ લક્ષ્મીદાસ મોઢ આ કાર્ય માટે સેવા આપી રહ્યા છે. અગાઉ પણ તેમણે માનવજ્યોત સંસ્થાને હજારોની સંખ્યામાં માસ્ક તૈયાર કરીને આપ્યા હતા. કાપડનાં ટકાઉ અને સારા માસ્ક માનવજયોત સંસ્થા જુદા-જુદા વિસ્તારોમાં […]

કોરોના-ઓમિક્રોન સામે સાવધાની અને જાગૃતિરૂપે માનવજ્યોત દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અંગ્રેજી નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં હરતા-ફરતા વાહન અને માઇક સીસ્ટમ સાથે લોકોને કોરોના તથા ઓમિક્રોન સામે જાગૃત બની માસ્ક અવશ્ય પહેરવાની સમજ સાથે નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા હતા. જ્યાં લોકોની ભારે […]

કાતિલ ઠંડી સામે… માનવજ્યોત દ્વારા ઝુંપડે-ઝુંપડે ધાબડા વિતરણ

કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા વાહનથી દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરીષ મહેતા, સ્વ. ભાવેશ અનીલ મહેતા, નિર્મળાબેન વિપીન મહેતા વર્ધમાનનગર, ડો. મેઘજી વેલજી ધરમશી ગોરખડી હાલે મુલુન્ડ હસ્તે ડો. ઉર્વશીબેન, પ્રિયંવદાબેન, તક્ષશીલાબેન, વિધાતાબેનનાં સહયોગથી ભુજ વિસ્તારમાં ઝુંપડા […]

પાલાણી પરિવાર દ્વારા કોઠારા ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

પાલાણી પરિવાર કોઠારા-કચ્છ હાલે મુંબઇ દ્વારા અબડાસા તાલુકાનાં કોઠારા ગામે વ.ક.નાથા છત્રાલય મધ્યે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન ભવ્ય મેગા કેમ્પનું આયોજન તા. ૯-૧-૨૦૨૨ રવિવારે સવારે ૯ થી ૧ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં ભુજ-માંડવીના ૧૬ ખ્યાતનામ અને નિષ્ણાંત ડોકટરશ્રીઓ પોતાની સેવાઓ આપી દર્દીઓનું દર્દનું નિદાન કરશે. સારવાર માટે લખાયેલ દવાઓ કેમ્પ સ્થળે ફ્રી આપવામાં આવશે. […]

દબાણ હટાવ કામગીરી વિસ્તારમાં માનવજ્યોતે લોકોને ભોજન પહોંચાડ્યું

ભુજ શહેર આત્મારામ સર્કલ સામે આવેલા જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી થતાં માનવજ્યોત સંસ્થાએ જેમનાં દબાણો હટાવાયા હતા તેવા લોકોને ભોજન પહોંચાડ્યું હતું. અને ભરપેટ જમાડ્યા હતા. બાળકો સાથે અનેક પરિવારોએ ભોજન લીધું હતું. માનવજ્યોત ભુજનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજેશ જોગી, વિક્રમ રાઠીએ ભોજન વ્યવસ્થા સંભાળી હતી.

લગ્ન ગાળો… ૪ દિવસમાં વધી પડેલી રસોઇમાંથી ૧૦ હજાર ગરીબો ભરપેટ જમ્યા

કોરોના કાળનાં કપરા બે વર્ષ પૂરા કર્યા બાદ તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી અનેક પ્રસંગો, ઉજવણીઓને રદ કરી મુલત્વી રાખ્યા બાદ લગ્નોની મોસમ શરૂ થતાં જ અનેક પરિવારો સમયસર લગ્નોત્સવ પૂરા કરવા આગળ આવ્યા છે. અને લગ્નોની નાની-મોટી ઉજવણી કરી રહ્યા છે. સમુહલગ્નો, સમાજવાડીઓમાં યોજેલ લગ્નો તથા અનેક પરિવારોએ ઘરે લગ્નો ઉજવ્યા છે. છેલ્લા ૪ […]

૩ વર્ષ પહેલાં ગુમ થયેલો ભુજનો યુવાન ઉત્તરપ્રદેશમાંથી મળ્યો

ભૂજનો યુવાન રાહુલ રાકેશ રાજપૂત (ઠાકુર) ઉ.વ. ૧૮, ત્રણ વર્ષ પહેલાં ગુમ થયો હતો. તે બરેલી ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચ્યો હતો. પિતા રાકેશે તેની સતત શોધ ચલાવી હતી. ઉત્તરપ્રદેશનાં અલ્લાહબાદ તથા અન્ય શહેરો-ગામોમાં દિવસ-રાત પસાર કરનાર રાહુલે અનેક ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. કયાંક સૂવા નમળ્યું. તો ક્યાંક ખાવાનું નમળ્યું, કયારેક દિવસમાં માત્ર ‘‘ચા’’ મળી. આવી […]

ઠંડીમાં ઠુંઠવાતા લોકોને ધાબડા વિતરણ કરાયા

કચ્છમાં વધી રહેલી ઠંડી સામે જરૂરતમંદ લોકોને રક્ષણ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂંગા-ઝુંપડામાં રહેતા ગરીબ લોકોનાં ઘર સુધી જઇ તેમજ માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ રાત્રે ખુલ્લામાં સૂતેલા લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. દાતાશ્રી શ્રીમતિ મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ -મુંબઇ, ઘનશ્યામભાઈ વાઢેર-ભુજનાં સહયોગથી […]