Author Archives: Admin Manavjyot

ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી લોકજાગૃતિરૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા-ચકલીઘર લેવા પહોચ્યા હતા. શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદરીઓ-વાહનચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા […]

મધ્યપ્રદેશના પતિ-પત્ની અને માતા-પુત્રોનું થયું ફેરમિલન

મધ્યપ્રદેશના કટની જીલ્લાનાં બીલહરી ગામની મહિલા સુનિતા ચૌધરી ઉ.વ. ૪૦ એક વર્ષથી ગુમ હતી .જેને શોધવામાં ભુજની માનવજ્યોત સંસ્થાને સફળતા મળી હતી. તેના પિતા અને ભાઇ મૃત્યુ પામ્યા છે. ૧૮ વર્ષ પહેલા સુનિતાનાં લગ્ન થયા હતા. પતિ મજુરી કામ કરે છે. સુનીતાને ૧૩ અને ૧૬ વર્ષનાં બે પુત્રો છે. જે માતા ઘરે પાછી ફરશે તેવી […]

માનવજ્યોતને અન્નદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ માટે દાતાશ્રી ઝેડ.એમ.મુનશી દ્વારા રૂપિયા પાંત્રીસ હજારનું રાશન અર્પણ કરાયું હતું. સંસ્થા વતી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.

માનવજ્યોતને અનુદાન અપાયું

ભુજ અને કચ્છમાં માનવસેવા, જીવદયા,પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કાર્ય કરતી ભુજની બાનવજ્યોત સંસ્થાને સૂરજપરનાં દાતાશ્રી અમૃતબેન મેપાણી દ્વારા રૂપિયા દોઢ લાખનો ચેક અર્પણ કરાયો હતો.આ પ્રસંગે દાતા પરિવારશ્રી તથા લાયન્સ કલબ ભુજનાં અભય શાહ ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.

મધ્યપ્રદેશનો ગુમ યુવાન દોઢ વર્ષે ઘરે પહોંચ્યો

મધ્યપ્રદેશનાં જલદર જલ્લાનાં બાંધી ગામનો યુવાન રાજમાડી ચંદ્રેશ પટેલ ઉ.વ. ૨૮ દોઢ વર્ષ પહેલાં ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર નિરાશ સાથે ખૂબ જ દુ:ખી થયો હતો. અનેક રાજ્યોનાં શહેરોમાં તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અને આખરે તે ભુજ પહોંચી પગે ચાલી નખત્રાણા સુધી પહોંચ્યો હતો. નખત્રાણાનાં […]

પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સરપંચે મીટીંગ બોલાવી ફાળો કરી ગુમ યુવાનને ગામમાં પરત લેવાયો

મહારાષ્ટ્રનાં ગોંડીયા જિલ્લાનાં ગલાટુલા ગામનો યુવાન દુલેશ ચૌધરી ઉ.વ. ૪૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી.અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં થઇ તે કચ્છ પહોંચ્યો હતો. મોટા અંગીયા પાસેથી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને ભુજ લઇ આવવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા […]

મહાશિવરાત્રી રથ યત્રામાં માનસિક દિવ્યાંગોનાં રયે આકર્ષણ જમાવ્યું

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ પારેશ્વર ચોકથી શરૂ થયેલ શોભાયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. કેસરીયા રંગના ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોએ રવાડીમાં ૨થમાં કેશરી ઝંડા સાથે ભગવાન શ્રી શંકર શંભુ ભોલેનાથની જયજયકાર બોલાવી હતી. શોભાયાત્રા માર્ગે લોકો માનસિક દિવ્યાંગોનું રથ જોવા થોભી ગયા હતા અને મોબાઇલથી […]

બિહારનો ગુમ યુવાન ૧૨ વર્ષે મળ્યો પરિવારમાં ખુશી છવાઇ

બિહાર રાજ્યનાં બેગુસરાપ વિસ્તારનાં તઘડા ગામનો યુવાન અરમાન ખલીલ ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો કોઇ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. ભારતનાં વિવિધ રાજ્યોમાંથી રખડતો ભટકતો આખરે તે મોરબીનાં યદુનંદન આશ્રમે પહોંચ્યો હતો. સંસ્થાનાં સંચાલકોએ તેની સારી સારવાર સાથે સેવા કરી હતી. પણ તેનું ઘર શોધવાનું […]

સેવાનો વ્યાપ વધારવા માનવજ્યોત કટિબદ્ધ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સર્વે કાર્યકરોની એક બેઠક સેવાશ્રમનાં મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઇ સંગોઇનાં અધ્યક્ષ પદે યોજાઇ હતી. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સમગ્ર ભુજ અને ભુજ વિસ્તાર તથા કચ્છભરમાં સંસ્થા દ્વારા ૪૯ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અને પ્રવૃત્તિઓ જરૂરતમંદોને ખૂબ જ ઉપયોગી બની […]

ઓરિસ્સાનો ગુમ યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો વર્ષો પછી પરિવાર સાથે થયું ફેર મિલન

ઓરિસ્સા રાજ્યનાં મયુરભંજ જીલ્લાનો યુવાન ચેતન ઉ.વ. ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાતી હતી. તે દેશનાં જુદા-જુદા રાજ્યોનાં અનેક શહેરો- ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. છ મહિનાં પહેલાં તે કચ્છનાં રવાપર ગામ સુધી પહોંચ્યો હતો અને બસ સ્ટેશન તથા તળાવ કિનારાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું. રવાપરનાં બસ સ્ટેશન વિસ્તારને સાફ-સફાઇ દ્વારા ચકચક્તિ રાખતો. […]