ભુજ શહેર પુનિતવન નજીક આવેલ સિલ્વર પાર્કનાં શ્રી જલારામ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર- કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભે મહેમાનોનું સ્વાગત શ્રી મહેશભાઇ ઠક્કરે કર્યું હતું. પ્રબોધ મનુવરે માનવજ્યોતની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્દેશ સાથે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું […]
Author Archives: Admin Manavjyot
વ્યાયામશાળા ભુજ મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરેથી શિવશક્તિ મહિલા મંડળનાં સહકારથી માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભેદમયંતીબેન સાગરપોત્રા, માયાબેન ભાટી, ભાનુબેન ભાનુશાલી, દક્ષાબેન શર્મા, દમયંતિબેન ગોહિલ, વસંતબા જાડેજા, રમાબેન ભાનુશાલી, ક્રિષ્નાબા જાડેજા તથા મંડળનાં સર્વે બહેનોએ ભજન-કિર્તન રજુ કરેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ સંસ્થાની ચાલી […]
મધ્યપ્રદેશનાં વિદિશા જીલ્લાનાં કાશીરામ ખેડા ગામની મહિલા ઉ.વ. ૪૦૭ વર્ષ પહેલાં ગુમ થઇ હતી. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ તે અચાનક કચ્છનાં માનકુવા ગામેથી મળી આવી હતી. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી માનસિક આરોગ્યની હોસ્પીટલભુજનાં મનોચિકિત્સક ડૉકટરથી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી. આશ્રમના […]
છેલ્લા ૧૯ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જે બાળકો શાળાએ જતા નથી, તેવા બાળકોને શોધી શોધીને શાળાએ જતા કરવામાં આવે છે. સરકારશ્રીનાં શાળાપ્રવેશોત્સવ વખતે જુદી-જુદી શાળાઓમાં આવા બાળકોને શાળામાં દાખલ પણ કરાવી આપવામાં આવે છે. કચરા-પ્લાસ્ટીક વિણતા તેમજ મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામ માંથી મુક્ત કરાવી વાંચતા-લખતાં શીખાડી નજીકથી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં […]
ઇન્ટરેકટ કલબ ઓફ ભુજ વોલ સીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી લક્ષ્મીબેન તથા જમનાદાસભાઇ વેલજી ઠક્કરની ૫૬ મી લગ્નતિથિ નિમિત્તે ભુજનાં હમીરસર તળાવ કિનારે કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનાં વિતરણ સાથે પ્રેરણારૂપ સેવા કાર્યો કરાયા હતા. તેમજ માનવજ્યોત સંસ્થા ભુજને જમનાદાસભાઇ ઠક્કર પરિવાર દ્વારા અનુદાન અપાયું હતું. મહાદેવ ગેટથી હમીરસર તળાવ ઓટલા પાસેથી પસાર થતા દરેક […]
ભુજ સ્વામિનારાયણ મંદિર સામે આવેલા નૃસિંહ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કવિ કલાવૃંદ સંસ્થાનાં સહકારથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભે કવિ કલાવૃંદ સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઇ આચાર્યે પ્રાસંગિક પ્રવચન સાથે સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઇ પટેલ, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોનીએ સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સમજ આપતાં સૌને જીવદયાનાં કાર્યમાં […]
રાજસ્થાનનાં કુનવારીયા જીલ્લાનાં રાજસમંદ વિસ્તારનો સુરેશ પ્રજાપતિ ઉ.વ. ૪૫ અચાનક ગુમ થયો હતો.વિવિધ રાજ્યોમાં તે રખડતો-ભટક્તો રહ્યો હતો.માર્ગમાં તેને અકસ્માત નડ્યો.જેનો કારણે પગમાં મોટું ફેકચર થયું.કોઇ તેની વહારે આવ્યું નહીં.કોઇ ટૂટીમેન્ટ થઇ નહીં.ખૂબ જ પીડા વેઠી.પરિણામે પગમાં કાયમી દિવ્યાંગતા આવી ગઇ. પગમાં કાયમી ખોટ રહી ગઇ છે.જેથી તેને ચાલવામાં મુશ્કેલી સર્જાઇ.પાંચ વર્ષ પછી આખરે તે […]
માનવસેવા અને જીવદયાનું કાર્ય કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર કેરા મધ્યે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરબારગઢ ચોક ભુજ દ્વારા પૂજ્ય સ્વામિ જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ચેક સ્વીકારેલ.પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ૨મેશભાઇ […]
બિહારનાં ભાગલપુર જીલ્લાનો યુવાન રાજીવકુમાર મહેન્દ્ર મંડલ ઉ.વ. ૫૦ ગ્રેજ્યુએટ યુવાન રાંચી મેન્ટલ હોસ્પિટલમાંથી વર્ષ ૨૦૧૮ માં અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. પરિવારજનોની મુશ્કેલી વધી હતી. તા. ૧૯-૪ નાં ને નરા પોલીસને મળી આવ્યો હતો. નરા પોલીસ સ્ટેશનનાં શાન્તીભાઇ ગોવિંદભાઇ મહેશ્વરીએ તેને માનવજ્યોત સંસ્થા […]
ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસનમુક્તિ જેવી ૪૯ પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર માનકુવા મધ્યે મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં પૂજ્ય સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનકુવા દ્વારા રૂા. ૧ લાખનો ચેક ભક્તજનોની વિશાળ ઉપસ્થિતમાં અર્પણ કરવામાં આવેલ. પૂજયશ્રીએ સંસ્થાને અંતરનાં શુભાશિવાદ પાઠવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ […]










