કચ્છનાં મહિલા અગ્રણી શ્રીપબીબેનને માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની બુક અર્પણ કરી હતી. શ્રી પબીબેને માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
Author Archives: Admin Manavjyot
જી.આઇ.ડી.સી. નાં સ્થાપના દિન નિમિત્તે જી.આઇ.ડી.સી. ભુજ કચેરી દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને ૧૦સિલીંગ ફેન અર્પણ કરાયા હતા. પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોની, દિપેશ શાહે આભાર માન્યો હતો.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજની મુલાકાત લઇ સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સીલે ખુશી વ્યક્ત કરી હતી. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને જજ શ્રી આર.બી. સોલંકી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં ડેપ્યુટી સેકશન ઓફિસર શ્રી અલ્પેશભાઇ ત્રિવેદી, એડવોકેટ શ્રી આર.કે. સમેજા, […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોચાડવામાં આવશે. શંક […]
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી રઘુવંશીનગર મહાકાલેશ્વર મંદિર ચોક મધ્યે યોજવામાં આવેલ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. મંદિરના પુજારી વિઠ્ઠલગીરી ગોસ્વામી, ડો. પ્રતિક્ષાબેન પવાર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. […]
રાજસ્થાનનાં જયપુર શહેરનાં ગોપીરામ રાઠોડ ઉ.વ. ૫૪ ગુમળતાં શિક્ષીત પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારજનો તેને શોધવા નીકળી પડ્યા. માત્ર અંગ્રેજી અને હિન્દી બોલતા ગોપીરામ કચ્છનાં બિદડા ગામનાં વાડી વિસ્તારની નર્મદા કેનાલ પાસેથી મોટા ભાડિયાનાં કલ્યાણભાઇ ગઢવી તથા સજણભાઇ ગઢવીને મળી આવતાં તેમણે નાના માડિયાનાં દેવાંગભાઇ ગઢવી મારફતે સંદેશો માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. […]
ગ્રીનપ્રેન્યોર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને “ચેન્જરમેકર ઓફ ઇન્ડીયાએવોર્ડ,, અર્પણ કરાયો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન હોલ મધ્યે યોજાયેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ રાજ્ય કક્ષાનાં સહકાર અને મીઠા ઉદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં વરદ્ હસ્તે શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ […]
ઝારખંડના અમરાપરા વિસ્તારનાં પાપુર ગામનો ૩૬ વર્ષિય યુવાન કરામત અલી અબ્દુલમજીદ મિંયા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સુખી-સંપન્ન પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. જ્યાંથી ખબર મળે તે રાજ્ય-શહેરમાં પહોંચી જઇ પરિવારજનો તેની સતત શોધ ચલાવતા રહ્યા. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે […]
ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર સામાજિક કાર્યનાં બીજા વર્ષનાં બીએસડબલ્યુ એલ.એલ.બી. વિદ્યાર્થીઓ બેચ- ૨૦૨૨-૨૭એ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. સેન્ટ૨ ફોર લો એન્ડ સોસાયટી દ્વારા ગુજરાતમાં આપત્તિ, પ્રાકૃતિક જોખમો, વ્યવસ્થાપનની નિર્ણાયક જરૂરિયાત અને વ્યવહારૂ પાસા જોવાનું કાર્ય તથા સંશોધન અને તાલીમની પ્રવૃત્તિઓ કરાય છે. અને કાયદા અને જ્ઞાનના પ્રસાર […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આખા અધિક શ્રાવણ માસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થઇ રહેલ છે. દ૨૨ોજ સવારે ૧૧ કલાકે સેવાશ્રમ મધ્યે નારાયણ સરોવરનાં પ્રખ્યાત શાસ્ત્રી શ્રી દિપક મારાજ પુરૂષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરાવે છે. કથા-પૂજા-અર્ચના-આરતી સાથે મંગલમય અધિક માસ ઉજવાઇ રહેલ છે. આશ્રમનાં માનસિક દિવ્યાંગો, સ્ટાફ સર્વે તથા જમાડવા આવનાર દાતા […]









