Author Archives: Admin Manavjyot

સંસ્થાને ૨૧ હજારનું અનુદાન અપાયું

શ્રીમતિ ચંદ્રીકાબેન કાન્તીલાલ ગોરજીની પુણ્યતિથિ નિમિત્તે કાન્તીલાલભાઇ ટી. ગોરજી પરિવાર દ્વારા પ્રદિપભાઇ ગોરજી તથા નરેન્દ્રભાઇ ગોરજી દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૨૧ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધની થઇ રહેલી ઉજવણી

માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માનસિક દિવ્યાંગોની વચ્ચે રહીને શ્રાદ્ધની ઉજવણી કરવામાં આવેલ. ભુજ શહેર જી.આઇ.ડી.સી. હંગામી આવાસનાં શ્રી કરશનભાઇ ભાનુશાલી તથા વિજ્યાબા જાડેજાની આગેવાની હેઠળ આશાપુરા નવરાત્રી મંડળ, ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશી મહિલા મંડળનાં બહેનોએ માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોરની આગેવાની હેઠળ તેમજ સની ગ્રુપ-સહયોગનગરનાં […]

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ ઉજવણીમાં મહિલા મંડળો જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પિતૃનાં મોક્ષ અર્થ શ્રાદ્ધની શાસ્ત્રોક્તવિધિ વિધાન સાથે ઉજવણી થઇ રહેલ છે. દરરોજ વિવિધ મહિલા મંડળો તથા દાતાશ્રી પરિવારો અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવનાર લાભાર્થી પરિવારો પાલારા આશ્રમ સ્થળે પહોંચી શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિમાં જોડાય છે. અને પિતૃને પાણી અર્પણ કરે છે. વર્ધમાનનગરનાં શ્રી મહાકાળી મહિલા મંડળનાં […]

ભાઇ-ભાઇ અને પિતા-પુત્રનું ૭ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

મધ્યપ્રદેશનાં મેહગાંવ ભીડનો ૨૮ વર્ષિય યુવાન ઇન્દરખટીક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે ૪ મહિનાં પહેલાં તે રખડતો ભટકતો મહુવાનાં પોપટભાઇ ફાઉન્ડેશન આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. જ્યાં સંસ્થાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સરભરા કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મહુવા આશ્રમની મુલાકાતે ગયેલા […]

ઉત્તરપ્રદેશનાં પિતા-પુત્રનું ૪ વર્ષે થયું મિલન પણ પત્ની ૧૮ વર્ષે મળી

ઉત્તરપ્રદેશનાં દેવડીયાનો અભ્યમાન્ય શર્મા ઉ.વ. ૩૬ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વર્ષો પછી રખડતી-ભટકતી હાલતમાં તે કચ્છમાં રેલ્વે માર્ગે પહોંચ્યો હતો. અને પગે ચાલી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો હતો. પિતાને શોધવા નીકળેલા પુત્રનું ચાર વર્ષ પહેલા પિતા સાથે મુંબઇમાં મિલન થયું. પણ તે લઇ જતી વખતે અચાનક ટ્રેનમાંથી ગુમ થયો હતો. […]

વડાપ્રધાનશ્રીનાં જન્મદિને બિહારનાં પરિવારને મળી અનોખી ભેટ

સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ ઉજવાઇ રહેલ હતો. ત્યારે બિહારનાં મામા-ભાણેજનું પાંચ વર્ષ પછી મિલન થતાં બિહારનાં એક પરિવારને અનોખી ભેટ મળી હતી. બિહારનાં ભાગલપુર જીલ્લાનાં ભીમદાસટોલા ગામનો ૪૨ વર્ષિય યુવાન પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમમાં પહોંચ્યો હતો. […]

દેશનાં સ્વપ્નદ્રષ્ટા અને શિલ્પી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિન ઉજવાયો

કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતદેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફ૨સાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ભુજ શહેર ભાજપ આગેવાનો શ્રી બાલકૃષ્ણ મોતા, જયદિપસિંહ જાડેજા, અશોકભાઇ હાથી, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંત ઠક્કર, હિરેન રાઠોડ, નિકુલ ગોર, આશિકાબેન ભટ્ટ તથા સર્વે કાર્યકરોએ ઉપસ્થિત રહી […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૪મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

શ્રેષ્ઠીવર્ય, અને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ચૌદમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ […]

અઢી દાયકા પછી પિતા-પુત્રનું થયું મિલન પુત્ર છ મહિનાનો હતો ત્યારે પિતાએ ઘર છોડ્યું હતું. પતિ એક દિવસ ચોક્કસ ઘરે આવશે તેવી રાહ જોઇ પત્ની બેઠી હતી. ગામ લોકો આશ્ચર્યચકિત થયા

બિહારના પટના જીલ્લાનાં બિયાટ એરીયાનાં રાયડીવી ગામનો રાજકિશોર ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનો તેની સતત ચિંતા સેવી હતી. અને તેની શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે સતત રખડતો-મટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ આવ્યો હતો. એક મહીનાં પહેલાં તે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવથોતના રફીક […]

આંતરરાષ્ટ્રીય ખેલાડી માનસિક દિવ્યાંગ હાલતમાં મળી આવ્યો
વર્ષ ૨૦૧૫ માં ભારત તરફથી ઓલમ્પિકમાં ભાગ લીધો હતો

વર્ષો પહેલા નેપાળ રહેતો પરિવાર અને ત્યાર પછી વર્ષોથી મુંબઇનાં અંધેરી નગરને પોતાની કર્મભૂમિ બનાવનાર નીતીનસિંઘ નરેન્દ્રસિંઘે ઉ.વ. ૩૦ છ મહિનાં પહેલા માનસિક સમતુલન ગુમાવી ઘર છોડ્યું હતું. અને તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સોરાષ્ટ્રના સોમનાથના ‘નિરાધારનો આધાર માનવસેવા દુષ્ટ,, આશ્રમ સુધી પહોંચ્યો. ત્યાંના જનકભાઈ પારેખ અને ધ્રુવભાઇ સોલંકી તથા સ્ટાફ સર્વેએ […]