Author Archives: Admin Manavjyot

કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં ઝીણા ઝબલા તથા ઝીણી થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરવા લોકોને અપીલ કરવામાં આવેલ. પ્લાસ્ટીકની ઝીણી વસ્તુઓથી પર્યાવરણને થતાં નુકશાન તથા ગાય માતાઓને થતા નુકશાનની સમજપૂરી પાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજિસંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, […]

કચ્છમાં રસ્તે રઝડતા અને ઘર ભુલેલા ૧૬૬૦ લોકોને ઘર શોધી અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર તેમજ ઘર ભૂલેલા ૧૬૬૦ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા. પરિવારજનો સાથે તેમનું પાંચ-દશ- પંદર-વીશ-પચ્ચીસ વર્ષો પછી મિલન થયું. પરિવારજનોમાં અનેક ઘણી ખુશી છવાઈ. ગુમ થયેલા માનસિક દિવ્યાંગો, વૃદ્ધ વડીલો, બાળકો, યુવતીઓ, પુરૂષો, મહિલાઓને ભુજની માનવજ્યોત સંસ્થાએ તેમને […]

ખૂબ બિમાર હાલતમાં મળેલી મહિલાનું ઘર શોધી અપાયું પરિવારજનો સાથે થયું ફેરમિલન

મધ્યપ્રદેશનાં મોરેનાં વિસ્તારની એક અજાણી મહિલા ઉ.વ. ૫૮ મોડી રાત્રે ભુજ શહેરનાં ગાંધીનગરી માર્ગેથી માનવજ્યોતનાં રફીક બાવાને મળી આવતાં તેને રાત્રે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે આશ્રય આપવામાં આવ્યો. મહિલાની પરિસ્થિતિ અત્યંત નાજુક હોતાં સવારે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. સંસ્થાના સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ ખૂબ જ પ્રયત્નોથી મહિલાનાં પરિવારનું એડ્રેસ શોધી […]

શ્રી ભાનુશાલી મહાજન માધાપર દ્વારા માનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવાઓ કરાઇ

શ્રી ભાનુશાલી મહાજન માધાપરની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ખાવા,પહેરવા, ઓઢવાની વસ્તુઓ અર્પણ કરી વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી. પ્રમુખ વિનેશભાઇ ફુલીયા, ઉપપ્રમુખો રામજીભાઈ ભદ્રા, નીતીનભાઈ ગજરા, ખજાનચી દીનેશભાઈ ગજરા તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને વિવિધ વસ્તુઓ અર્પણ કરી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]

સંસ્થાને ૪૫ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન સેવા માટે દાતાશ્રી સ્વ. જયાબેન ઉર્ફે આશાબેન કિશોરચંદ્ર જગજીવન શાહની બીજી પુણ્યતિથિ નિમિત્તે રૂા. ૪૫ હજારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઇ જોષીએ દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

૭૫ માં ગણતંત્ર દિવસ તથા ભુકંપની ૨૩મી વરસીએ માનવસેવા-જીવદયાનાં કાર્યો કરાયા

ભારત દેશનાં ૭૫ માં ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભુકંપની ૨૩મી વરસી નિમિત્તે નિર્મળાબેન વિશનજી ગોગરી પરિવાર-બીદડા તથા મુનીશ જયંતિલાલ વિસરીયા દેવપરનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. એકલા-અટુલા-નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને સ્વ. જમનાબેન જેઠાલાલ ઓધવજી ઠક્કરનાં સહયોગથી ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું […]

ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો

અયોધ્યા મધ્યે પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભુજ અને ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભોજન વધી પડયાનાં માનવજ્યોત સંસ્થાને ૩૧ ફોન આવ્યા હતા. સંસ્થા દ્વારા બપોરનાં ૧૨ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરાતાં ૮૫૦૦ ગરીબો સુધી મહાપ્રસાદ પહોંચતા આ પરિવારોએ પણ શિરો-પૂરી-દાળ-ભાત-શાક-બુંદી-ફુલવડી સાથેનું ભોજન જમી અયોધ્યા […]

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની માનવજ્યોત દ્વારા ઉજવણી કરાઇ

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે અનેરી ઉજવણી કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગો હાથમાં ભગવો ઝંડો લઇ હોંશે હોંશે રાસ રમ્યા હતા. અને ભગવાનશ્રી રામની જય જયકાર બોલાવી હતી. જયશ્રી મહાકાલ ગ્રુપ ભુજનાં યુવાનોએ આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોને બાઈક રેલીમાં જોડી રાસ રમાડયા હતા. કેસરીરંગના એક સરખા […]

માનવજ્યોત દ્વારા મકરસક્રાંતિપર્વ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મકરસક્રાંતિપર્વની માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને ઉજવણી કરવામાં આવેલ. નવા વસ્ત્રોમાં સજજ માનસિક દિવ્યાંગોને દાતાશ્રી બાપા સીતારામ હોટેલ-માનકુવા, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, દેવજીભાઈ નાનજી ભવાણી-આણંદસર, પચાણગર પરસોતમગર ગુસાઇ-નાગોર, અ.નિ. લીલાવંતીબેન ત્રિકમજી સોનાઘેલા હ. નરેન્દ્રભાઈ મેઘજી સોનાઘેલા-ભુજ, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. દિવસભર વિવિધ દાતાશ્રીઓ […]

વધી પડેલો ૪૦૦ કિલો ઉધીયું ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

મકરસક્રાંતિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં કાર્યક્રમો પૂરા થયે ઉધીયું વધી પડ્યાનાં માનવજ્યોત સંસ્થાને ૧૯ ફોન આવ્યા હતા. સંસ્થાનાં વાહન દ્વારા જુદા-જુદા વિસ્તારોમાંથી ઉધીયું એકઠું કરવામાં આવેલ. ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે આ ઉધીયું વિતરણ કરવામાં આવેલ. ૪૦૦ કિલોથી વધુ ઉધીયું ગરીબોને પહોંચતા તેઓની આંતેડી ઠરી હતી અને પરિવાર સહ ઉધીયા સાથેનું ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી. […]