સ્વ. મદનસિંહ પરમાર તથા એડવોકેટ સ્વ. એમ.બી.સરદારનાં આત્માશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને તેમનાં મિત્ર વર્તુળ તથા પરિવારજનો દ્વારા મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બંને આગેવાનોની સેવાઓને બિરદાવી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા સર્વે સભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

