આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી

આસામનો યુવાન જત ભુવન ચેતીયા ઉ.વ. ૩૦ ગામ ગૌમુર છેલ્લા દ વર્ષથી ગુમ હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અને પોલીસ દફતરે ફરિયાદ દર્જ કરાવી હતી.

અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તા. ૧૯-૧૦ તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને તે ભુજનાં સ્ટેશન રોડ ઉપરથી મળી આવ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સા ડોકટરથીઓ પાસેથી સારવાર કરાવતો તે સ્વ બન્યો હતો.

આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ આસામ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢતાં પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. આસામ પોલીસ પાસે ગુમનોંધ હોવાથી પરિવારજનો આસામ પોલીસનાં સબ ઇન્સ્પેકટરો સૂરજ બોર તથા શીવસાગર ભુજ આવી ગુમ યુવાન જયંતનો કબ્જો લીધો હતો. તેનાં મોટાભાઈ નિર્મલ ચેતીયા પોતાનાં ભાઇને ભેટી પડવો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાં, દેવસ્તિ જાડેજા, પંકજ કુરૂવા, પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા