મહારાષ્ટ્રનાં ગોંડીયા જિલ્લાનાં ગલાટુલા ગામનો યુવાન દુલેશ ચૌધરી ઉ.વ. ૪૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી.અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં થઇ તે કચ્છ પહોંચ્યો હતો.
મોટા અંગીયા પાસેથી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને ભુજ લઇ આવવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યહોસ્પીટલમાં તેને સારવાર અપાઇ. તે થોડો સ્વસ્થ બનતાં જ સેવાશ્રમનાં સામાજિક કાર્યકર શ્રી રીતુબેન વર્માએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેનો ગામ-પરિવાર શોધી કાઢ્યા. પોલીસ સ્ટેશનેથી વાત ગામનાં સરપંચશ્રીનાં કાન સુધી પહોંચી. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સરપંચશ્રીએ ગામ લોકોની મીટીંગ બોલાવી. ગામનાં યુવાનને પાછો ગામમાં લઇ આવવાનું નક્કી થયું. સૌને આ કાર્ય માટે સહયોગ આપવા નક્કી થતાં જ જોળી છલકાઇ ગઇ.
ગામનાં આગેવાન સુનીલ પગરવાલ તથા દુલેશનાં ભત્રીજા મોતીલાલચૌધરી તથા મહેશ ચોધરી મોટરકારથી ગુજઆવી પહોંચ્યા. માનવ પોતની સંપર્ક કરી દુલેશનો કબ્જો લીધો. તેઓનાં જણાવ્યા મુજબ દુર્લો માનસિક સમતુલા ગુમાવતાં તેની પત્નીએ પણ ઘર છોડયું હતું, ગામ લોકોએ કાળી એકઠી કરી આ પરિવારને મદદરૂપ થયા છે. જેનાં કારણે વેશ ૪૮ વર્ષનો થઇ આજે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, દિપેશ શાહ, પંકજ કુવા, જયેશ લાલન, દિલીપ લૌડાઘા, સહભાગી બન્યા હતા.

