દિપાવલીપર્વ નજીક આવતાં… માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું . ૮ હજાર લોકો સુધી કપડા પહોંચાડાશે.

દિપાવલી પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં જઇ કાચા મકાનો-ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકોને તથા શ્રમજીવીકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવી રહેલ છે.

ભુજ અને ભુજ વિસ્તારમાં રહેતા સુખી-સંપન્નશ્રીમંત પરિવારો વણવપરાયેલા જુના-નવા કપડા માનવજ્યોત સુધી પહોંચાડે છે. સંસ્થા આ કપડા જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે.

ગરીબ-મજુર વર્ગ દિપાવલી પર્વ માણી શકે, તહેવારો ઉજવી શકે, અને પરિવાર સાથે રહી દિપાવલી પર્વ મનાવી શકે તેવા ઉદેશ સાથે ભુજ શહેરની ચારે દિશામાં કપડા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો છે. ૮ હજાર લોકો સુધી આ કપડા પહોંચાડાશે. વિદેશ રહેતા જયભાઇ પટેલે માનવજ્યોતને ૩૦ કાર્ટુન કપડા મોકલ્યા છે. જયભાઇ પટેલ વિદેશમાં આવા કપડા એકઠા કરી શીપ દ્વારા ભારતમાં મોકલે છે. માનવજ્યોત સંસ્થાને ભુજમાંથી મોટા પ્રમાણમાં જુના-નવા વસ્ત્રો લોકો આપે છે. જે પ્રવૃત્તિ બારેમાસ ચાલુ રહે છે. દર અઠવાડિયે રવિવારે જુદા-જુદા વિસ્તારોમાં કપડા વિતરણ કરાય છે.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોશી, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્ર, દિપેશ ભાટિયા, અક્ષય મોતાએ વ્યવસ્થા સંભાળીરહ્યાછે.