ડિવિઝન કોમર્શિયલ મેનેજર, ડી.આર.એમ. ઓફિસ, વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા રેલ્વે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસો. ભુજનાં મંત્રી તથા માનવજ્યોતનાં પ્રમુખ શ્રી પ્રબોધ એચ. મુનવરની ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ડી.આર.યુ.સી.સી ) ના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આ અગાઉ શ્રી મુનવર સતત બાર વર્ષ સુધી ભુજ રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિમાં રહી ચૂકયા છે. અને ભુજ અને કચ્છને લગતા રેલ્વે પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ સતત રજુઆતો કરતા રહ્યા છે.