અનેક મુશ્કેલીઓ વેઠતી વેઠતી ૩૫ વર્ષિય મહિલા આખરે પોતાનાં ઘર સુધી પહોંચી, પરિવારજનો સાથે ૩ વર્ષ થયું મિલન મેળો માણવા ગઇ અને ગુમથઇ

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ જીલ્લાનાં હિંમાથુપુર ગામની ૩૫ વર્ષિય મહિલા અનુષ્કા તેનાં સગા સબંધીઓ સાથે કાશગંજમાં મેળો જોવા ગઈ હતી. અને અચાનક ત્યાંથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેના ભાઈએ ભોજપુર પોલીસ સ્ટેશને તા. ૧૨-૨-૨૦૧૮ ના ફરિયાદ નોંધાવી હતી. પટીયાલી સ્ટેશનેથી તે ભૂલથી ટ્રેનમાં બેસી ગઈ, અને કોઈક અજાણ્યા સ્થળે પહોંચી ગઈ. 

સતત ૩ વર્ષ સુધી તે અનેક રાજ્યોમાં રઝળતી-ભટકતી રહી અને મુશ્કેલીઓનો સામનો કરતી રહી. ૩ મહિના પહેલાં જ તે ભુજ આવી પહોંચતા સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાએ ભુજ રેલ્વે સ્ટેશન બહારથી તેને લજઈ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી કરાવતાં તે એકદમ સ્વસ્થ બની હતી. માનવજ્યોતે તેને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત સુધી પહોંચાડી હતી. શ્રદ્ધા રીહાબિલીટેશને કર્જતે તેને ઉત્તરપ્રદેશ તેનાં ગામ અને ઘર સુધી પહોંચાડતા તેની માતા તથા બંને બાળકો હર્ષઘેલા બન્યા હતા. એકબાજુ હર્ષની લાગણી હતી તો બીજી બાજુ સૌની આંખોમાં આંસુનાં પુર હતા. 

માતા-પુત્રીનું ૩ વર્ષે મિલન થયું. તેના પતિને પણ અનુષ્કા ઘરે આવ્યાની જાણ કરવામાં આવતા તે પણ અનુષ્કાના પિયરે પહોંચ્યો હતો. પરિવારજનોએ માનવજ્યોત તથા શ્રદ્ધા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. 

માનવતાનાં આ કાર્યમાં પંકજભાઈ કુરવા, મહેશભાઈ ઠક્કર, વાલજી કોલી, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.