અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, રફીક બાવા, નીતિન ઠક્કરે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી તથા સર્વે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.