કાતિલ ઠંડી સામે… માનવજ્યોત દ્વારા ઝુંપડે-ઝુંપડે ધાબડા વિતરણ

કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા વાહનથી દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરીષ મહેતા, સ્વ. ભાવેશ અનીલ મહેતા, નિર્મળાબેન વિપીન મહેતા વર્ધમાનનગર, ડો. મેઘજી વેલજી ધરમશી ગોરખડી હાલે મુલુન્ડ હસ્તે ડો. ઉર્વશીબેન, પ્રિયંવદાબેન, તક્ષશીલાબેન, વિધાતાબેનનાં સહયોગથી ભુજ વિસ્તારમાં ઝુંપડા ભુંગાઓમાં રહેતા તથા જરૂરતમંદ પરિવારોને ઝુંપડે-ઝુંપડે તેમના ઘર સુધી પહોંચી જઇ હાથો હાથ ધાબડા વિતરણ કરવામાં આવેલ.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ, રાજેશ જોગી, ઇરફાન લાખા તથા મુરજીભાઇ ઠક્કરે સંભાળી હતી.