શ્રી તારાચંદભાઇ છેડાનાં ૭૧ માં જન્મદિનની અનોખી ઉજવણી આયુર્વેદિક મેડીકલ કેમ્પનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

શ્રી સર્વ સેવા સંઘ ભુજ કાર્યાલય મધ્યે સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઇ છેડાનાં જન્મદિવસ પ્રસંગે નિઃશુલ્ક આયુર્વેદિક મેઘા મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૦ થી વધુ દર્દીઓએ અગાઉથી જ રજીસ્ટ્રેશન મેળવ્યું હતું. કેન્સર, દમ, શ્વાસ, ડાયાબિટીસ, પેટ, આંતરડા રોગનાં દર્દીઓએ વધુ લાભ લીધો હતો.

દિવ્યબ્રહ્મલોક સ્કુલનાં સ્વામિવૃંદાવન બિહારીજી, મહાલક્ષ્મીધામનાં ડો. હિતેશ મારાજ, ભુજનાં નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, નગરસેવીકા શ્રી મનીષાબેન સોલંકી, આર.એસ.એસ. સંઘ સંચાલક કચ્છ વિભાગનાં શ્રી નવિનભાઇ વ્યાસ, વિ.હિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહમંત્રી દેવજીભાઇ મયાત્રા તથા સર્વ સેવા સંઘનાં ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ જોષીએ દિપપ્રાગટ્ય કરી આ મેડીકલ કેમ્પને ખુલ્લો મુકયો હતો.

ઇન્દોરથી આવેલા ડો. રૂદ્રાશું શાસ્ત્રી તથા ડો. પ્રતિકભાઇ પંડયાએ દર્દીઓનાં દર્દનું નિદાન કરી પોતાની સેવાઓ આપી હતી. આપ્રસંગે ઉદ્બોધન કરતાં આર.એસ.એસ. કચ્છ વિભાગનાં સંચાલક શ્રી નવિનભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વમંત્રી અને સર્વ સેવા સંઘના અધ્યક્ષ શ્રી તારાચંદભાઇ છેડા આજે ૭૦ વર્ષ પૂરા કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કચ્છનાં આ લોકલાડીલા નેતા, જીવદયાપ્રેમી, સમાજરત્ન, પોતાનો જન્મદિવસ સેવા પ્રકલ્પથી ઉજવવા નક્કી કર્યું. શ્રી છેડાએ પદ-પ્રતિષ્ઠા-માન મૂકી નાનામાં નાના લોકોથી મોટેરા સુધી ખભેખભા મિલાવી સાથે રહી કામકર્યું છે. કચ્છનું હિત તેમનાં હૈયે વસેલું છે.

સર્વ સેવા સંઘનાં માધ્યમથી કચ્છનાં લોકોનાં દુઃખ લુછવાનાં પ્રયત્નો કર્યા છે. સેવાએ એમનાં અંદરનો ભાવ છે. પશુરક્ષા, આરોગ્ય ક્ષેત્રે તેમણે અદ્ભુત કાર્યો કર્યા છે. કોરોનાં કાળ દરમ્યાન એન્કરવાલા મસ્કા હોસ્પીટલ અનેક કોરોનાં દર્દીઓને મદદરૂપ બની. જયારે જયારે કચ્છ ઉપર આફતો આવી છે, દુષ્કાળ,અતિવૃષ્ટિ, પૂર-હોનારત, વાવાઝોડું, મહામારી ભયંકર બિમારીઓ વખતે પણ લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બન્યા છે. તેઓને ૭૧માં જન્મદિને શુભેચ્છાઓ પાઠવી હતી.

મહેન્દ્રભાઇ જોષી, જગદીશભાઇ ગોર, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, ડો. પી.એન.આચાર્ય, મુકેશભાઇ ભટ્ટ, નિખીલભાઇ પંડયા, સુરેશભાઇ માહેશ્વરી, દલીચંદભાઇ મહેતા, પ્રબોધ મુનવર, ડો. ઉમેશભાઇ આચાર્ય, આ પ્રસંગે ઉપસ્થિત રહી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન નારાણજીભાઇ ચુડાસમાએ કર્યું હતું. વ્યવસ્થામાં વિશાલભાઇ ભટ્ટ, જયરાજસિંહ, ટીનાબેન પંડયા તથા રમેશભાઇએ સહકાર આપ્યો હતો.