પ્રવૃત્તિઓ, સમાચાર / ઘટનાઓ
શ્રાવણી અમાસની અનોખી ઉજવણી કરાઇ
પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા દિવસ અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા પહોંચ્યા હતા. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી.
પ્રવિણભાઇ રામજી હીરાણી, અમીષાબેન વિનોદ આઇયા, ગુલાબચંદ હિરરામશર્મા, સ્વ. વિક્રમસિંહ એન. ઝાલા પરિવાર, દિનેશભાઇ માવજી વેકરીયા, અમૃતબેન ગોરસીયા, ઉષાબેન ગોર-સુખપર, રામદેવસિંહ મહિપતસિંહ જાડેજા, નરપતદાન પ્રભુદાન ચારણ, માનબાઇ કેસરા હીરાણી, રતનબેન વેલજી હીરાણી, પાર્શ્વનાથ સોસાયટી માધાપર, આઇયાનગર મહિલા મંડળ માધાપર દ્વારા બાળશ્રમયોગીઓ, શ્રમજીવીકો, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધો તથા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવવામાં આવેલ.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, મહેશ ઠક્કર, મનીષ મારાજ,રાજુ જોગીએ સંભાળી હતી.

