કુકમા-લાખોંદ મુખ્ય માર્ગ પર આશાપુરા કોલોની પાસે આવેલ શ્રી રામદેવપીર મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સાધુ શ્રી રઘુવીર બાપુ કુબાવત આદપુર તા. બગસરા જીલ્લો અમરેલી તથા સોનલબેન વાઘેલા સદ્ગુરૂ દિવ્યાંગ ચેરી. ટ્રસ્ટ રાજકોટ, રામાપીર મંદિરનાં મહંત શ્રી કાપડીદાદા, માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. શ્રી શંભુભાઇ જોષીએ છોડમાં…રણછોડ, વૃક્ષોવાવો… વરસાદ લાવોનાં નારા બોલાવ્યા હતા.
ડો. પ્રતિક્ષાબેન પવાર, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, ઇલાબેન વૈષ્ણવ, આરતીબેન જોષી, દિપ મારાજ માધાપર, ભીમજીભાઇ જાટીયા મખવારા, ધનજીભાઇ રાણા-નડાપા, કાપડીધામવિસામો-લાખોંદ, ગનુભા જાડેજા માધાપર, દર્શનભાઇ જોષી-માધાપર, જેન્તીભાઇ ગામેલીયા-રાજકોટનાં વરદ્ હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શંભુભાઇજોષીએ કરેલ.

