માનવજ્યોત સંસ્થાને ૪૫ હજારનું અનુદાન અપાયું

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રી નરનારાયણ દેવ ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભુજ અને કચ્છભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અન્નદાન માટે રૂપિયા પિસ્તાલીસ હજારનો ચેક સ્વામી કૃષ્ણવિહારીદાસજી તથા સ્વામી ભક્તિચરણદાસજીનાં વરદ્ હસ્તે અર્પણ કરાયો હતો.

સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.