માનવજ્યોત સંસ્થા ભુજને ૧ લાખનું અનુદાન અપાયું

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન સાથે ભુજ અને કચ્છમાં ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૂ. સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે બાપાશ્રીનાં મંદિર માધાપર મધ્યે રૂા. ૧ લાખનો ચેક અર્પણ કરાયો હતો. પૂજ્યશ્રીએ ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.