ભુજનાં સેવાભાવી ડોકટરશ્રીનીસેવાઓને બિરદાવાઇ

ભુજનાં જાણીતા, અને નિષ્ણાંત સર્જન ડોકટરશ્રી રાજેશ ગોરીની સેવાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોની અતિ ઉત્તમ સેવાઓ કરી તેમનાં ઓપરેશન પણ નિઃશુલ્ક કરી માનવતાનું અતિ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જયારે જયારે સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો વધુ બિમાર પડ્યા છે, કોઇ મોટી બિમારીનાં ભોગ બન્યા હોય ત્યારે ડોકટર શ્રી રાજેશભાઇ ગોરીએ તેમને સાજા અને સ્વસ્થ બનાવી દીધા છે. તેમની શ્રેષ્ઠ સેવાઓને બિરદાવતાં માનવજ્યોતનાં પ્રબોધ
મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રિતુબેન વર્માએ તેઓને સન્માનિત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. ડોકટર રાજેશ ગોરી પરિવાર દ્વારા આશ્રમના માનસિક દિવ્યાંગોને ફળ-ફ્રુટનું વિતરણ કરવામાં આવેલ.