શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરતમંદ લોકો તથા માનસિક દિવ્યાંગો માટે વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ અર્પણ કરાઇ હતી. મહિલા મંડળનાં બધાજ બહેનોએ વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ એકઠી કરી હતી. શ્રી લોહાણા મહિલા આશ્રમના બહેનો દ્વારા પણ માનવજ્યોતને વસ્ત્રો અર્પણ કરવામાં આવેલ.
ભુજ લોહાણા મહિલા મંડળનાં પ્રમુખ શ્રીમતિ મમતાબેન ઠ્કકરે પ્રસંગ પરિચય આપ્યો હતો. મહિલા મંડળ દ્વારા માનવજ્યોતનાં પ્રમુખ પ્રબોધ મુનવરનું સન્માન કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ.
શ્રી પ્રબોધ મુનવરે માનવજ્યોત સંસ્થા ભુજની ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. અને ભુજ લોહાણા મહિલા મંડળનો આભાર માન્યો હતો.

