ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારામાનવજ્યોત સંસ્થાને 20 ખુરશીઓ અર્પણ કરાઇ

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, સેવાશ્રમ માટે વીશ ખુરશી અર્પણ કરાઇ હતી.

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલનાં ડીસ્ટ્રીકટ ચેરમેન બિંદુબેન ગુપ્તા, ડીસ્ટ્રીકટ સેક્રેટરી રચનાબેન શાહ, કલબ પ્રેસીડેન્ટ ડીમ્પલબેન દોશી, કલબ સેક્રેટરી ડીમ્પલબેન છાયા, ચાર્ટર પ્રેસીડેન્ટ રૂપલબેન રેલોન, સેક્રેટરી નેહાબેન ઠક્કર, ખજાનચી અરૂણાબેન રાઠોડ, આઇ.એસ.ઓ. વિમલાબેન મહેશ્ર્વરી, કલબ મેમ્બર પ્રિયાબેન દેઢીયા સહિત કલબનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનું કલબ દ્વારા સન્માન કરવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની વિવિધ ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. અને ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજનો ખાસ આભાર માન્યો હતો.