ઉત્તરપ્રદેશનો ગુમ મુસ્લિમ યુવાન 3 વર્ષ પછી ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ વિસ્તારનાં બીલારી ગામનો યુવાન મોહમદ નજિમ ઉ.વ. 31 ગુમ થતં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એનાં ખબર નમળતાં પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી.

3 વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલીને જતો રસ્તામાં કોડાયપુલ- બિદડા વચ્ચેથી નાના ભાડીયાનાં સામાજિક કાર્યકર દેવાંગભાઇ ગઢવી તથા ત્રગડીનાં ઇરફાનભાઇ નોડે, સુલતાનભાઇ સંગાર, રફીકભાઇ નોડેને મળી આવતાં તેમણે પોતાનાં વાહન મારફતે માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડેલ.

સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મુરાદાબાદ પોલીસની મદદથી માત્ર બે દિવસમાં જ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા. સમાચાર મળતાં જે પરિવારનાં તેનાં બંને ભાઇઓ પોતાનાં વાહનથી તેને તેડવા ભુજ સુધી પહોંચ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પરિવારજનો સાથે તેનું 3 વર્ષ પછી મિલન થયું હતું. અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેને માતા નથી પિતા છે. 4 બહેન, 3 ભાઇ છે. તેનાં લગ્ન થયા હતા. તેને એક દીકરી છે. પણ પત્ની સાથે તલાક થયા હતા. આખરે તે 34 વર્ષનો થઇ પોતનાં પરિવાર સુધી પહોંચ્યો છે.

માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.