માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને તેમનાં રાજ્ય,શહેર,ગામ, ઘર પરિવાર શોધી આપવામાં આવે છે. અત્યાર સુધી 3200 થી વધુ માનસિક દિવ્યાંગોને ફરીવાર પોતાનું ઘર અને પરિવાર મળ્યા છે.
વિરમગામનાં અપનાઘર આશ્રમેથી આવેલ રંગબહાદુર ઉ.વ. 40 રોતાસ બિહાર, બયંતસિંઘ ઉ.વ. 45 ગંગાનગર રાજસ્થાનને તેમના પરિવાર સાથે ફેરમિલન કરાવાયું હતું. પરિવારજનો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આવી પહોંચ્યા હતા.
માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ આશ્રમેથી આવેલ મનોજ ઉ.વ. 35 ને જસપુર-છત્તીસગઢથી તેનાં પરિવારજનોએ ભુજ આવી કબ્જો લીધો હતો.
ગુમ વ્યક્તિનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ જે તે રાજ્યોની પોલીસની મદદ લઇ કાઉન્સલીંગ કરી તેમનાં પરિવારજનોને શોધી કાઢ્યા હતા. વર્ષો પછી પોતાના પરિવારનાં સભ્ય હેમ-ખેમ મળી આવતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, રફીક બાવા સહભાગી બન્યા હતા.

