ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ- શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, “સી,, ટીમ પોલીસ- ભુજ, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, ક્રિષીવ ફાઉન્ડેશનના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમનાં માર્ગદર્શક અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એક્તા અને ભાઇચારાનો સંદેશો આપતા “રક્ષાબંધન,, પર્વનું મહત્વ સમજાવ્યું હતું.
“સી,, ટીમનાં હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાયી, ગાયત્રીબેન બારોટ રક્ષાબંધનના આ અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા.
હાથમાં દિપકની જ્યોત, ચોખા, રાખડી, કુમકુમ તિલક, મીઠાઈ સાથેનો પૂજા થાળ લઈ એકી સાથે માનસિક દિવ્યાંગોને કાંડે જયાબેન મુનવર, ભક્તિબેન વોરા, રૂકિયાબેન મથડા, નશીમબેન લોહાર, જમીલાબેન આરબ, અમિતાબેન જૈન, ફાતમાબેન ગઢડા, દક્ષાબેન છેડા, અમીનાબેન આરબ, રેશ્માબેન કુરેશી, હર્ષાબેન શાહ, જીનતબેન જુણેજા, આરતી જોષી, મીનાબેન ભદ્રા, રીતુબેન વર્માએ આશ્રમના માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી, ચોખા ચોડી, આરતી ઉતારી તેઓનાં હાથનાં કાંડે રક્ષાબાંધી, મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી. અને તેઓની આંખો આંસુથી ભીજાઈ ગઈ હતી. માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર, ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હતી.
શ્રી મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, સ્વ. કાનબાઇ હરજી હીરાણી હ. લાલજીભાઇ હરજી હીરાણી, અશ્ર્વીનભાઇ આહીર, યશ કોઠારી, લખમશી રતનશી પટેલ, કીરણભાઇ હીરજી મેરાઇ, મનજીભાઇ રામજીભાઇ હીરાણી-નારાણપર, કલ્યાણભાઇ લાલજી રાબડીયા-કેરા, જય ભોલેનાથ સવેંદના ગ્રુપ દ્વારા માનસિક દિવ્યાંગોને ત્રણે ટાઇમ મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે, અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા. રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ. હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે. રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે. આપણે બધા એક છીએ. સર્વ ધર્મ સમાન છે.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર બાબરીયા, નિતિન ઠક્કર, ગોવિંદભાઇ પાટીદાર, પ્રવિણ ભદ્રા, નરશીં પટેલ, ભરત સોની, રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો.
કાર્યક્રમના અંતે આશ્રમના સર્વે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો રાસ રમી નાચી ઝુમી ઉઠ્યા હતા. તો કેટલા માનસિક દિવ્યાંગ ભાઇઓએ પોતાના સુમધુર કંઠે દેશ ભક્તિના ગીતો રજુ કર્યા હતા.

