સાયન્સ સેન્ટર અને માનવજ્યોત ભુજ દ્વારા પ્લાસ્ટીક બેગ મુક્ત દિવસ ઉજવાયો

રિજનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્લાસ્ટીક બેગ મુક્ત દિવસ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે ભાઇ-બહેનોને કાપડની થેલીઓ અર્પણ કરી પ્લાસ્ટીક બેગોનો બહિષ્કાર કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. પ્લાસ્ટીક થેલીઓના વપરાશથી થતા નુકશાન અંગે સમજ પૂરી પાડવામાં આવેલ.

રિજનલ સાયન્સ સેન્ટર ભુજ પ્રોજેકટ ડાયરેકટર ડો. સુમિત વ્યાસ, ફેસીલીટી મેનેજર આરતીબેન આર્ય સાયન્સ કોમ્યુનિકેટર શૈલ પલણે ભાઇ-બહેનોને પ્લાસ્ટીક થેલીઓનો કાયમી વપરાશ બંધ કરવા સમજ આપી હતી. માનવજ્યોતનાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ ઉપસ્થિત ભાઇ-બહેનોને પ્લાસ્ટીક થેલીઓનો ઉપયોગ બંધ કરવા સમજ આપી હતી. ઉપસ્થિત સર્વે ભાઇ-બહેનોને કાપડની થેલીઓ અર્પણ કરાઇ હતી.