લોકશાહીનાં મહાપર્વની ભુજમાં જયારે ઉજવણી થઇ રહી હતી. ત્યારે ભુજ વિસ્તારનાં વિવિધ મતદાન મથકોથી દુર અને મતદાન મથકેથી મત દઇને પરત જઇ રહેલા મતદારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બરફ,જીરા, નમકવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવેલ.
સંસ્થા દ્વારા 500 લીટર છાસ વિતરણ કરાઇ હતી. સખત ગરમી અને બળબળતા તાપમાં ઠંડી છાસ પી ને મતદારોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રાજેશ જોગીએ સંભાળી હતી.

