મધ્યપ્રદેશનાં મંદસોર વિસ્તારનાં ઉમરિયા ગામની મહિલા દેવુબેન ચમાર ઉંમર વર્ષ ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતી-ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. માનવજ્યોત સંસ્થા દ્વારા તેને ભુજ લઇ આવવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર શોધી કાઢતાં તેના પરિવારનાં તેની માતા મીનાબાઇ ચમાર ભુજ આવી પહોંચ્યા હતા. ૩ વર્ષ પછી માતા-દીકરીનું મિલન થતાં બંને એકબીજાને ભેટી પડ્યા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી. તેનાં માતાનાં જણાવ્યા મુજબ લગ્ન પછી પતિએ તેનો સાથ છોડી દેતાં તેણે માનસિક સમતુલા ગુમાવી હતી. અને ઘર છોડ્યું હતું. તે ગુમ થયાની ફરિયાદ પણ પરિવારજનો એ દર્જ કરાવી હતી. આખરે તે ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ છે. માતાની કરૂણતાનો અંત આવ્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.

