અધિક માસનું પુન્ય બાંધવા પુન્ય કથા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આખા અધિક શ્રાવણ માસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થઇ રહેલ છે.

દ૨૨ોજ સવારે ૧૧ કલાકે સેવાશ્રમ મધ્યે નારાયણ સરોવરનાં પ્રખ્યાત શાસ્ત્રી શ્રી દિપક મારાજ પુરૂષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરાવે છે. કથા-પૂજા-અર્ચના-આરતી સાથે મંગલમય અધિક માસ ઉજવાઇ રહેલ છે.

આશ્રમનાં માનસિક દિવ્યાંગો, સ્ટાફ સર્વે તથા જમાડવા આવનાર દાતા પરિવારો, ટ્રસ્ટી ગણ, કાર્યકરો અધિક માસનું પુત્યનું ભાથું બાંધવા માટે આ પુન્ય કથા શ્રવણ કરી રહ્યા છે. શ્રેષ્ઠ શિક્ષક શ્રી મગનભાઇ ઠક્કર તથા રફીક બાવા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, નીતીન ઠક્કર, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્રભાઇ બાબરીયા, નરશીભાઇ પટેલ તથા સર્વે કાર્યકરો અને સ્ટાફ આયોજનને સફળ બનાવી રહ્યા છે.