રાજસ્થાનનાં કુનવારીયા જીલ્લાનાં રાજસમંદ વિસ્તારનો સુરેશ પ્રજાપતિ ઉ.વ. ૪૫ અચાનક ગુમ થયો હતો.વિવિધ રાજ્યોમાં તે રખડતો-ભટક્તો રહ્યો હતો.માર્ગમાં તેને અકસ્માત નડ્યો.જેનો કારણે પગમાં મોટું ફેકચર થયું.કોઇ તેની વહારે આવ્યું નહીં.કોઇ ટૂટીમેન્ટ થઇ નહીં.ખૂબ જ પીડા વેઠી.પરિણામે પગમાં કાયમી દિવ્યાંગતા આવી ગઇ. પગમાં કાયમી ખોટ રહી ગઇ છે.જેથી તેને ચાલવામાં મુશ્કેલી સર્જાઇ.પાંચ વર્ષ પછી આખરે તે લંગડાતો મોરબી પહોંચ્યો.મોરબીની સેવાભાવી સંસ્થા યદુનંદન સેવાશ્રમ ટ્રસ્ટે તેને આશ્રમમાં આશ્રય આપી તેની સારવાર કરાવી. કાનજીભાઇ તથા સ્ટાફ તેને ખૂબ જ મદદરૂપ બન્યા.મોરબી યદુનંદન સેવા ટ્રસ્ટની મુલાકાતે ગયેલા માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.રીતુબેન વર્માએ તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું.પરિવારજનોને આ સમાચાર મળતાં જ તેનાં પરિવારજનો સંજય પ્રજાપતિ અને હાર્દિક પ્રજાપતિ વાહન દ્વારા ભુજ આવી પહોંચ્યા હતા.
પરિવારજનોનાં જણાવ્યા મુજબ સુરેશ પાંચ વર્ષથી ગુમ છે.પત્ની અને બાળકી ઘરે રાહ જોઇ બેઠા છે.
પરિવારજનોની લાંબા સમયની વેદનાનો અંત આવ્યો.વિખરાયેલો પરિવાર ફરી એકઠો થયો.તે ભુજનો માત્ર ૧૦ દિવસનો મહેમાન બન્યો હતો.તે પાંચ વર્ષ પછી પત્ની-બાળકીને મળતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.સૌની આંખો અશ્રુભીની બની હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, વિક્રમ રાઠી, જયેશ લોડાયા, અક્ષય મોતા, દિપેશ ભાટિયા સહભાગી બન્યા હતા.

