મધ્યપ્રદેશનાં ગ્વાલિયર જીલ્લાનાં બ્રજ ભૂષણ શર્મા ઉ.વ. ૩૭ ને ડોકટર બનવાનું સપનું હતું. પરિવારજનોએ તેને એન્જિનિયર બનાવવા મોકલ્યો. ન્યુઝલેન્ડમાં રહી ડોકટરનો અભ્યાસ પૂર્ણ કરી ડોકટર બનવાની ખૂબ જ ઇચ્છા હતી. પણ તે સાકાર નથતાં આ યુવાને માનસિક સમતુલા ખોઇ બેસતાં તેણે અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા જુદા રાજ્યોનાં શહેરોમાં તે રખડતો ભટક્તો રહ્યો હતો. ગ્રેજ્યુએટ અને અંગ્રેજી, હિન્દીમાં વાતચીત કરતો યુવાન ખૂબજ શિક્ષિત અને શાંત આદરભાવ ધરાવતો. પરિવારમાં બધા ડોક્ટર-એડવોકેટ છે.આખરે તે આણંદ શહેરનાં પોપટલાલ ફાઉન્ડેશન મધ્યે પહોંચ્યો હતો. ત્યાં થોડા દિવસનો મહેમાન બન્યો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રીઓની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો. આશ્રમ સ્થળે દરરોજ યોગા પોતે કરે અને દરેક માનસિક દિવ્યાંગોને પણ યોગા કરાવે. દરેકને જુદી જુદી એકટીવીટી પણ કરાવતો.
તેની પાસેથી માહિતી મેળવી આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનાં પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ખુશખુશાલ પરિવારજનો પોતીકા વાહન દ્વારા પરિવારનાં સભ્યને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. એક વર્ષ પછી પરિવારજનો સાથે તેનું મિલન થયું હતું. પરિવારજનોએ માનવજ્યોત સંસ્થા ભુજની સેવાઓને બિરદાવી આશ્રમ સ્થળેથી યુવાન બ્રજભુષણ કબ્જો લઇ ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજનો તે બે મહિનાનો મહેમાન બન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર,પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા.

