મહાશિવરાત્રી રથ યત્રામાં માનસિક દિવ્યાંગોનાં રયે આકર્ષણ જમાવ્યું

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ પારેશ્વર ચોકથી શરૂ થયેલ શોભાયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

કેસરીયા રંગના ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોએ રવાડીમાં ૨થમાં કેશરી ઝંડા સાથે ભગવાન શ્રી શંકર શંભુ ભોલેનાથની જયજયકાર બોલાવી હતી. શોભાયાત્રા માર્ગે લોકો માનસિક દિવ્યાંગોનું રથ જોવા થોભી ગયા હતા અને મોબાઇલથી ફોટા પાડી ખુશી વ્યક્ત કરી હતી.

માનસિક દિવ્યાંગોને મહાશિવરાત્રી પર્વની યાદ આવે તેમજ તેમને પણ લોકો વચ્ચે શોભાયાત્રામાં ધાર્મિક વાતાવરણ મળે તેવા ઉદ્દેશ સાથે શણગારેલા રથમાં માનસિક દિવ્યાંગો ફુલહાર પહેરી આનંદભેર જોડાયા હતા. લોકોએ તેમને ઠેર-ઠેર આવકાર આપ્યો હતો. સંગીતનાં સથવારે માનસિક દિવ્યાંગો પણ ખુશીથી નાચી-ઝુમી ઉઠ્યા હતા.

સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મધુભાઇ ત્રિપાઠી, રીતુબેન વર્મા, દિલીપ લોડાયા, વાલજી કોલી, સલીમ લોટા, જયેશ લોડાયા, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.