માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સર્વે કાર્યકરોની એક બેઠક સેવાશ્રમનાં મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઇ સંગોઇનાં અધ્યક્ષ પદે યોજાઇ હતી.
સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સમગ્ર ભુજ અને ભુજ વિસ્તાર તથા કચ્છભરમાં સંસ્થા દ્વારા ૪૯ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અને પ્રવૃત્તિઓ જરૂરતમંદોને ખૂબ જ ઉપયોગી બની રહે એ દિશામાં દરેક કાર્યકરો વધુને વધુ સેવાકાર્યમાં જોડાશે. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પ્રસંગ પરિચય આપ્યો હતો, સંસ્થાનાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, પ્રવિણભાઇ ભદ્રા, સહદેવસિંહ જાડેજાએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સેવાશ્રમનાં મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઇ સંગોઇએ સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષમાં આશ્રમ સ્થળે થયેલ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં દરેક કાર્યકર ભાઈ-બહેનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારનાં મંજુલાબેન સંગોઇએ સંસ્થાની પ્રવૃત્તિઓથી ખુશી અનુભવી હતી. ભૂમિદાતા શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરને પણ યાદ કરી તેઓને અંજલિ આપવામાં આવેલ.
આ અવસરે સંસ્થાના પીઢ કાર્યકરો રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, મુળજીભાઇ ઠક્કરની સેવાઓની નોંધ લઇ સંસ્થા દ્વારા દાતાશ્રી મહેન્દ્રભાઇ સંગોઇનાં વરદ હસ્તે સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રમેશભાઇ માહેશ્વરી, મધુભાઇ ત્રિપાઠી, મુળજીભાઇ ઠક્કર, નિતીનભાઇ ઠક્કર, રફીક બાવા, જયાબેન મુનવર, માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, આરતી જોષી તથા સર્વે કાર્યકર ભાઇ બહેનોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

