મોરબી ઝુલતા પુલ હોનારતમાં માર્યા ગયેલાઓને અંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવા સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અંજલિ અર્પણ કરવામાં આવેલ. અને ખુબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવેલ.

સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, તથા સર્વે કાર્યકરોએ શોકની લાગણી વ્યક્ત કરી માર્યા ગયેલાઓના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના સાથે ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ