માનસિક દિવ્યાંગોએ મનાવ્યો દિપાવલીપર્વ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોએ દિપાવલી પર્વની આનંદ ઉમંગભેર ઉજવણી કરી હતી. કેટલાક સેવાભાવી લોકો ભુજ અને ગામડાઓમાંથી આશ્રમ સ્થળે પહોંચી માનસિક દિવ્યાંગોને મીઠાઇ અર્પણ કરી હતી.

આશ્રમ સ્થળે દિપાલી પર્વ નિમિત્તે માનસિક દિવ્યાંગોએ ૪૦૦ દિવા સ્વહસ્તે પ્રગટાવ્યા હતા. સંધ્યાકાળે દરેક માનસિક દિવ્યાંગોએ ફુલઝરી પ્રગટાવી દિવાળી પર્વને આવકાર આપ્યો હતો.

અંધારામાં દિવડાઓનાં પ્રકાશમાં માનસિક દિવ્યાંગો કલઝરી હાથમાં લઇ નાચી ઝુમી ઉઠયા હતા. તેમને પણ દિપાવલી પર્વ અને પોતાનાં પરિવારની યાદ તાજી થઇ હતી. સૌ એકજ રંગના નવા વસ્ત્રોમાં સજજ થયા હતા.

કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પૂરૂં પાડ્યું હતું. વ્યવસ્થા પ્રબોધ મુનવર, રીતુબેન વર્મા, પંકજ કરવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, કલ્પનાબેન લાલને સંભાળી હતી