કર્ણાટકનાં બેંગ્લોર જીલ્લાનાં કુન્ટાનહલી ગામનો ૩૦ વર્ષિય યુવાન હરીશ છેલ્લા ૯ વર્ષથી ગુમ થયો હતો. ત્યાર બાદ તે ભારતના જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. પરિવાર પારાવાર મુશ્કેલી વેઠી રહ્યો હતો. માતા-પિતા ખુબ જ ચિંતીત હતા.
નવ વર્ષ બાદ ૪-૮-૨૦૨૨ નાં તે ભુજનાં જુનાં એસ.ટી. બસ સ્ટેશન પાસેથી માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવ્યો હતો. તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રીઓ પાસેથી સારવાર કરાવતાં તે ધીરે ધીરે સ્વસ્થ બન્યો હતો. તેની ભાષા સમજી શકાતી નહતી. એટલે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ભુજના ભીડ ગેટ વિસ્તારમાં મેડીકલ સ્ટોર ધરાવતા કર્ણાટકનાં વતની બાબુભાઈ પ્રસન્નાનો સંપર્ક કરી કર્ણકટ પોલીસ મારફતે તેનું ઘર શોધી કાઢ્યું હતું.
“મા,, ની મમતા અને પિતાનો પ્રેમ આખરે પરિવારની મુશ્કેલીઓનો અંત આવ્યો. તેનો ભાઈ પ્રકાશ પટેલ તથા કર્ણાટક પોલીસનાં હેડ કોન્સ્ટેબલ ગણેશ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા. નવ વર્ષ પછી બંને ભાઇઓનું મિલન થતાં બંને ભેટી પડ્યા હતા. અને આંખો અશ્રુભીની બની હતી.
આખરે હરેશ નવ વર્ષ પછી પોતાનાં ઘરે પહોંચ્યો છે. માતા પિતાની કરૂણતાનો અંત આવ્યો હતો. પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો. દિપાવલી પર્વે પરિવારની ખુશી બમણી થઇ છે. અને પરિવાર દિવાળી ઉત્સવ સાથે મળીને ઉજવશે.
માનવતાનાં આ કાર્યમાં બાબુભાઈ પ્રસન્ના, રીતુબેન વર્મા, આનંદ રાયસોની, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, ઇરફાન લાખા, પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા.

